હોલેન્ડમાં રેફરીએ કર્યો ગોલ!
કોઈ પણ મેચમાં વિવાદાસ્પદ નિર્ણય આપવાના પગલે રેફરી સામે નિશાન તાકવામાં આવે છે પણ શનિવારે હોલેન્ડમાં ફૂટબોલ મેચમાં એક એમેચ્યોર રેફરીએ ગોલ કરતાં વિવાદ થયો હતો અને નવાઈની વાત એ છે કે આ ગોલને રેફરીએ રદ કરવાની ના પાડી દીધી હતી. હાર્કેમેસ બોઇઝ અને હોક ટીમ વચ્ચે ડચ ફોર્થ ટિયરની મેચ ચાલી રહી હતી. હોકના પ્લેયર રીક ઇમ્પેન્સે બોલને હાર્કેમેસ બોઇઝના ગોલ પોસ્ટ તરફ મોકલ્યો ત્યારે બોલ ગોલપોસ્ટને અથડાઈને એમેચ્યોર રેફરી મોરિસ તરફ આવ્યો હતો અને તેણે અનાયાસે બોલને કિક મારીને ગોલપોસ્ટમાં મોકલ્યો હતો. આ પછી રેફરી હાફવે માર્ક પર પહોંચ્યો હતો અને ગોલ હોક ટીમને આપ્યો હતો. આ ગોલ રીક ઇમ્પેન્સના નામે ગણવામાં આવ્યો હતો. હાર્કેમેસ બોઇઝ ટીમે આનો વિરોધ કર્યો હતો પણ ગોલને રદ કરવાની રેફરીએ ના પાડી દીધી હતી. જોકે આ ગોલની પરિણામ પર કોઈ અસર પડી નહોતી કારણે કે આખરે હાર્કેમેસ બોઇઝ ટીમ ૪-૨થી આ મેચ જીતી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હોલેન્ડમાં રેફરીએ કર્યો ગોલ! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/holland-referee-done/
via Best Gujarati News
0 Comments