ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપમાં ગત એક વર્ષથી ચોથા નંબરના પ્લેયર તરીકે રમતા અને એ સ્થાનના દાવેદાર મનાતા અંબાતી રાયુડુને ટીમમાં સ્થાન મળ્યું નહોતું અને 15 એપ્રિલે જાહેર કરવામાં આવેલી ટીમમાં તેની જગ્યાએ સિલેક્ટરોએ વિજય શંકરની પસંદગી કરી હતી.

સિલેક્શન સમિતિના પ્રમુખ એમ. એસ. કે. પ્રસાદે કહ્યું હતું કે વિજય શંકર થ્રી-ડાયમેન્શનલ પ્લેયર હોવાથી તેને અંબાતી રાયુડુની જગ્યાએ પ્રાથમિકતા આપવામાં આવી હતી. ચીફ સિલેક્ટર દ્વારા આપવામાં આવેલી આ સ્પષ્ટતાના કારણે અંબાતી રાયુડુ તેના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો નહોતો અને ટ્વિટ દ્વારા નારાજી જાહેર કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે ‘મેં હમણાં હમણાં 3D ચશ્માનો ઓર્ડર કર્યો છે અને હું વર્લ્ડ કપની મેચો એ પહેરીને જોઈશ.’

એ સમયે તો વિજય શંકર કે સિલેક્ટરોએ કોઈ જવાબ આપ્યો નહોતો. પણ હવે અંબાતી રાયુડુના આ ટ્વિટનો જવાબ વિજય શંકરે આપ્યો છે.

વેબ-શો ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’માં હોસ્ટ ગૌરવ કપૂરે વિજય શંકરને અંબાતી રાયુડુના 3D ટ્વિટ વિશે પૂછયું ત્યારે શંકરે અંબાતી રાયડુનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘હું એ વાત સારી રીતે સમજી શકું છું કે એક ખેલાડીને ટીમમાં પસંદ કરવામાં ના આવે ત્યારે તેને કેવું લાગે છે. હું જાણું પણ છું કે તેનો ઇશારો મારી તરફ નહોતો. તેણે બસ એક ટ્વિટ કર્યું હતું. હું એની પરિસ્થિતિ સમજી શકું છું કે એ સમયે એ કેવું મહેસૂસ કરતો હશે. એવું કોઈ પણ ખેલાડી સાથે થઈ શકે છે.’

વિજય શંકર બાંગ્લાદેશ સામે રમશે
૩૦મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં સામેલ વિજય શંકર ઇન્જરીના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વોર્મ-અપ મેચમાં રમી શક્યો નહોતો પણ તે હવે ફિટ છે અને 28મી મેએ બાંગ્લાદેશ સામે થનારી વોર્મ-અપ મેચમાં રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અંબાતી રાયડુની Tweetનો ઠંડા દિમાગે વિજય શંકરે આપ્યો આવો જવાબ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-2019-vijay-shankar-finally-reply-ambati-rayudus-3d-tweet/
via Best Gujarati News

0 Comments