કોઈ દેશ એકલો ન રહી શકે અને દરવાજા બંધ ન કરી શકે : જિનપિંગ
। બીજીંગ ।
વર્તમાન સમયમાં કોઇપણ દેશ પોતાને વિશ્વથી અલગ કરી શકતો નથી, એમ કહીને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે સાંપ્રત સમયમાં કોઇ એક સભ્યતાની સર્વશ્રેષ્ઠતામાં વિશ્વાસ કરવો મૂર્ખતાભર્યું છે.
કોઇપણ સભ્યતા બીજી સભ્યતાતી સર્વશ્રેષ્ઠ નથી. કોઇપણ દેશ ન તો એકલો એટૂલો રહી શકે કે ન તો સમગ્ર વિશ્વ માટે પોતાના દરવાજા બંધ કરી શકે. ચીનની પ્રોડક્ટ્સ ઉપર અમેરિકાએ ટેરિફ વધારીને ૨૫ ટકા કરી ત્યારબાદ શી જિનપિંગનું આ નિવેદન આવી પડયું છે. અહીં ડાયલોગ ઓફ એશિયન સીવીલાઇઝેશન વિષયે આયોજીત કોન્ફરન્સમાં શરૂઆતના સત્રમાં બોલતા શી જિનપિંગે આમ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોઈ દેશ એકલો ન રહી શકે અને દરવાજા બંધ ન કરી શકે : જિનપિંગ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/no-country-alone-none-of-the-way-and-de/
via Best Gujarati News
0 Comments