। કોલંબો ।

શ્રીલંકામાં બે દિવસથી મુસ્લિમ સમુદાય વિરુદ્ધ રમખાણો ફાટી નીકળ્યા છે. બીજી રાતે પણ રાતે સંચારબંધી લાદવામાં આવી હતી. તે પહેલાં મુસ્લિમોની દુકાનો અને ઘર અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવી હતી. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સોમવારે ૨૦૦ લોકોના ટોળાએ તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. કોલંબોથી ૩૫ કિ.મી.ના અંતરે આવેલા એક ગામે ફેક્ટરીને આગ ચાંપવામાં આવી હતી. શ્રીલંકામાં રવિવારે પુટ્ટાલમ જિલ્લામાં તલવારોથી સજ્જ ટોળાએ ૪૫ વર્ષના મુસ્લિમની હત્યા કરી નાખ્યા પછી બીજી હિંસક ઘટના નોંધાઇ છે. સોમવારથી સંખ્યાબંધ હિંસક ઘટના બનતા સમગ્ર શ્રીલંકામાં રાત્રિ દરમિયાન સંચારબંધીના આદેશ અમલી છે.

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાયવ્ય પ્રાંતમાં સૌથી વધુ હિંસા ભભૂકી ઉઠી હતી અને તે વિસ્તારમાં  લાંબો સમય સંચારબંધી અમલી રહેશે.

એક મુસ્લિમ વેપારીએ બીબીસીને જણાવ્યું હતું કે દેશમાં અનેક સ્થાને સંચારબંધી અમલી છે. સૈન્ય બંધૂકો સાથે ફરે છે પરંતુ હિંસા વિરૂદ્ધ કાર્યવાહી નથી કરતી.

ઇસ્ટર  પર્વે શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ હોટેલ્સ અને ચર્ચને નિશાન બનાવ્યા બાદ હવે શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી રમખાણોનો સામનો કરી રહ્યું છે. ૨૧ એપ્રિલના રોજ ત્રણ ચર્ચ, ત્રણ લક્ઝરી હોટલ્સ અને અન્ય બે સ્થાન પર શ્રેણીબદ્ધ હુમલા થતાં  ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારથી જ  શ્રીલંકામાં તંગદીલી પ્રવર્તી રહી છે.  હવે મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળતાં પણ  ફેસબુક, વોટ્સએપ પછી ટ્વિટર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ  સિરિસેનાના સલાહકાર શિરાલ લકથિલકાએ જણાવ્યું હતું કે સરકાર રમખાણોને અંકુશમાં લેવા પ્રતિબદ્ધ છે. કોલંબોના આર્કબિશપ કાર્ડિનલ માલ્કોમ રન્જીથે દેશમાં થઇ રહેલા મુસ્લિમ વેરોધી હુમલાઓને વખોડી કાઢીને લોકોને ભાઇચારાથી રહેવા અપીલ કરી હતી.

રમખાણોમાં ભાગ લેનારા ૭૪ની ધરપકડ

મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા પછી શ્રીલંકાના સત્તાવાળા ૭૪ લોકોની ધરપકડ કરી ચુક્યા છે. તેમાં  સ્વૈચ્છિક સંગઠનના ત્રણ નેતાઓનો પણ સમાવેશ થાય છે. મિનુવાંગો,મટારા અને પુટ્ટાલમ સહિતના સ્થળે સર્જાયેલી હિંસા સંબંધમાં આ ધરપકડો થઇ છે. ૨.૧ કરોડ લોકોની વસતી ધરાવતા શ્રીલંકામાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૯ ટકા છે અને મહદઅંશે ટાપુના પુર્વ કાંઠા અને મધ્ય વિસ્તારમાં તેઓ વસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકામાં એન્ટિ-મુસ્લિમો રમખાણો ૨૦૦ના ટોળાએ ફેક્ટરી બાળી નાખી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/sri-lanka-anti-muslim/
via Best Gujarati News

0 Comments