ચીનમાં એક શખ્સે નશો કર્યા બાદ કંઇક એવું થઇ ગયું કે બધો નશો જ ઉતરી ગયો. હાઇ ડ્રિંકિંગ સેશન બાદ શખ્સે ઉલ્ટી અને ઉલ્ટીની સાથે એવી વસ્તુ નીકળી કે તેને જોઇ તેના હોંશ ઉડી ગયા. પરંતુ આ તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું.

વાત એમ છે કે ચીનના હુબેઇ શહેરમાં રહેતા એક 63 વર્ષના શખ્સે થોડાંક સમયથી ભોજન કરતાં સમયે તેને ગળામાં તકલીફ પડતી હતી. જો કે આ સમસ્યાને તે સતત નજરઅંદાજ કરતો રહ્યો. પરંતુ તાજેતરમાં એક ડ્રિંક પીધા બાદ તેને ઉલટી થઇ અને તેમાં એક એવો પદાર્થ નીકળ્યો કે તેને ઝડપથી પાણીની સાથે ગળી ગયો કારણ કે તેણે વિચાર્યું કે મારા શરીરનો કોઇ હિસ્સો બહાર આવી ગયો છે.

ગભરાયેલા શખ્સે ઉલટી બાદ ડૉકટરને દેખાડવાનો નિર્ણય કર્યો. તે વુહાનની એક ખાનગી હોસ્પિટલમાં ગયો જયાં ડૉકટર્સે એન્ડોસ્કોપિ ટેસ્ટ કર્યો. તેમાં ખબર પડી કે આ પદાર્થ ‘મીટબૉલ’નામનો એક ટ્યુમર એટલે કે એવી ગાંઠ હતી તે મોટી થઇ રહી હતી.

ડૉકટર્સના મતે આ શખ્સ આ મીટબૉલ ટ્યુમરને પાછો ગળી ગયો હતો. ડૉકટર્સે તપાસ કરી તો ખબર પડી કે આ ટ્યુમર ગળા સુધી વધી ગઇ હતી. જો સમયસર સારવાર ના કરાવી હોત તો શ્વાસનળીમાં અવરોધ પેદા કરતા અને આગળ જતા શ્વાસ રૂંધાતા મોત પણ થઇ શકતું હતું.

સર્જરી બાદ ડૉકટર્સે 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર મોટી ટ્યુમર કાઢી. જે ફાઇબ્રોમ ટ્યુમર હતી. આ ટ્યુમર એક પ્રકારનું ફાઇબ્રોઇડ છે, જે ઘાતક ખતરો ઉભો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઉલ્ટી કરતાં શખ્સના મોંમાંથી નીકળી એવી વસ્તુ કે પાછો ગળી ગયો, જાણીને ચીતરી ચઢશે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/drunk-man-vomits-undiagnose-tumor-in-china/
via Best Gujarati News

0 Comments