ગુજરાતમાં ગેરકાયદે ઈમારતો પાસેથી નોમિનલ ઈમ્પેક્ટ ફી વસૂલી તેેમેને કાયદેસરતાનું ર્સિટફિકેટ આપવાનો કાયદો પહેલ વહેલો કેશુભાઈ પટેલના શાસનમાં ૨૦૦૧માં લવાયો હતો, એ વખતે સરકારે કટ ઓફ ડેટ જાહેર કરી ત્યાં સુધીના ગેરકાયદે બિલ્ડિંગો-મકાનો કાયદેસર કરવાનું ઘોષિતચ કર્યું હતું અને આવો કાયદો ભવિષ્યમાં રિપિટ નહીં થાય એવી પણ જાહેરાત કરાઈ હતી.

પહેલીવાર અમલમાં મૂકાયેલા આ કાયદાની સમયમર્યાદા વખતોવખત વધારવામાં આવી હતી. ત્યાર બાદ બીજી વાર ૨૦૧૧માં ઈમ્પેક્ટ ફીનો કાયદો લવાયો હતો, જે ૨૦૧૪-૧૫ સુધી ચલાવાયો હતો. હવે ૨૦૨૨ની ચૂંટણી પહેલાં બિલ્ડરોને ખુશ કરવા ફરી એકવાર ઈમ્પેક્ટ ફીનો કાયદો લવાશે તેની ચર્ચા છે.  

એક સિનિયર અધિકારી નામ નહીં પ્રસિદ્ધ કરવાની શરતે કહે છે કે, જ્યાં સુધી રાજ્યમાં તદ્દન ગેરકાયદે રીતે બનેલા મકાનો કાનુની રીતે કાયદેસર કરી આપવાનું સરકાર બંધ નહીં કરે ત્યાં સુધી ગેરકાયદે બિલ્ડિંગોમાં તક્ષશિલા આર્કેડ જેવી દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે.  

વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪-૧૫ દરમિયાન બીજી વાર ઈમ્પેક્ટ ફીની કાયદો અમલી બનાવાયો તે દરમિયાન સુરતના તક્ષશિલા આર્કેડ જેવા ૩ લાખથી વધુ ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસર બનાવાઈ છે, એકલા સુરતમાં જ એમ.કે.દાસના અરસામાં ૧ લાખથી વધુ ગેરકાયદે બિલ્ડિંગો કાયદેસર બની ગઈ છે.

ઉક્ત ગામામાં આ સિવાય અમદાવાદમાં પણ ૧ લાખ જેટલા ગેરકાયદે મકાનો, વડોદરામાં ૪૦ હજાર જેટલા અને રાજકોટમાં ૩૦ હજાર જેટલા ગેરકાયદે મકાનો કાયદેસર બની ગયા છે.

અધિકારીઓ કહે છે કે, બહુ ઓછી ઈમ્પેક્ટ ફી લઈને સરકારે ખોટું કરનારા બિલ્ડરોને ખુશ કરી દીધાં છે, જેમ કે ૨૦૦૦ ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ થયું હોય તો તેની કિંમત ૪૦ લાખ ગણી માત્ર રૂ.૪૦ હજાર જેવી નજીવી ઈમ્પેક્ટ ફી લઈ કાયદેસરતાનું ર્સિટ અપાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બિલ્ડરોને ખુશ કરવા ત્રીજીવાર તખ્તો તૈયાર, બે વારના ઈમ્પેક્ટ ફીના કાયદામાં બિલ્ડિંગોને ફાયદો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/three-day-set-to-make-the-builders-happy-the-two-year-impact-fee-law-increases-millions-of-buildings-in-green/
via Best Gujarati News

0 Comments