‘ચૂંટણીના પરિણામો જે હોય એ હું જ વિજેતા છું’ કહી પોલીસની બિલ્ડીંગમાં આગ લગાવી દીધી!
ઈંડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી ગયેલા વિપક્ષનાં ઉમેદવારનાં સમર્થકોનો રાજધાની જર્કાતામાં સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડો થઈ ગયો અને મોટા પાયે હંગામો શરૂ થયો. નેતા અને સમર્થકોએ હંગામો એટલા વધારી દીધો કે સમર્થકોએ ગુસ્સે થઈને પોલીસની એક બિલ્ડીંગમાં આગ લાગવી દીધી. રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા ડેડી પ્રસિત્યોએ જાણાવ્યું કે હારી ગયેલા ઉમેદવારનાં પ્રદર્શનમા આવેલા લાકો રાતે હિંસક બની ગયા હતા અને આખી રાત આ હંગામો ચાલ્યો હતો. હજારો લોકોની ધરપકડ કરી અને પુછપરછ માટે અત્યારે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે.
કોમ્પાસ ટીવીમાં જોવા મળ્યું કે લોકો પત્થરમારો કરી રહ્યા છે. સુરક્ષા કર્મીઓની બિલ્ડીંગમાં પણ આગ લાગેલી દેખાઈ હતી અને શહેરનાં મધ્ય ભાગમાં સેકડો પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં હતા.
ઈંડોનેશિયાના ચૂંટણી કમિશને કહ્યું કે રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 17 એપ્રિલે જીત મેળવી હતી. તેઓ બીજા કાર્યકાળ માટે 55.5 ટકા મતોથી જીત્યાં હતા. એના વિરોધ પક્ષમાં ચૂંટણી લડનાર પૂર્વ જનરલ પ્રબોવો સુબિયાંતોએ આ પરિણામ માનવાની મનાઈ કરી દીધી અને પોતે જાતે જ પોતાને વિજયી ઘોષિત કરી દીધા. તેમનો પ્લાન થયેલી ચૂંટણીને સંવૈધાનિક અદાલતમાં પડકાર આપવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘ચૂંટણીના પરિણામો જે હોય એ હું જ વિજેતા છું’ કહી પોલીસની બિલ્ડીંગમાં આગ લગાવી દીધી! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/politics-leader-fighting-with-police-after-indonesia-president-election/
via Best Gujarati News
0 Comments