23મેના રોજ પાકિસ્તાનમાં પણ લાઈવ દેખાશે ભારતની ચૂંટણીના પરિણામો, કર્યું ખાસ જલસાનું આયોજન
લોકસભા ચૂંટણીના પરિણામનાં હવે ગણતરીનાં જ કલાકો બાકી છે માટે બધા રાહ જોઈને બેઠા છે. પરંતુ માત્ર ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ ચૂંટણીના પરિણામને લઈને લોકોને ખુબ જ ઉત્સાહ છે. ભાતરના ઉચ્ચ કમિશનરોએ પાકિસ્તાનમાં પણ પરિણામ લાઈવ ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે 23 મેંના રોજ ઈસ્લામાબાદમાં લાઈવ સ્ક્રીનો લગાવવામાં આવશે અને સીધુ પ્રસારણ કરવામાં આવશે.
ભારતનાં ઉચ્ચ કમિશન તરફથી જશ્ન-એ-જમ્હુરિયત નામના એક જલસાનું આયોજન કર્યું છે. 23મેંના રોજ બપોરે 12 વાગ્યે ઈસ્લામાબાદમાં ભારતના ઉચ્ચ કમિશનરોનાં ઓડિટૉરિયમ અને લોનમાં સ્ક્રીન લગાવવામાં આવશે કે જેમાં ચૂંટણીના પરિણામો લાઈવ દેખાશે. તેમજ 7.30 વાગ્યે પરિણામ પર ડિબેટનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.
ભારતની લોકસભા ચૂંટણીથી સૌથી વધારે જો કોઈને ફર્ક પડતો હોય તો તે પાકિસ્તાન છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના બધા મીડિયા હઉસ મતદાનનાં દરેક તબક્કાનું પ્રસારણ અને કવરેજ કરી રહ્યાં છે. આ સિવાય પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પણ ભારતની લોકસભા ચૂંટણીની વધારે પડતી જ ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે Exit Poll પ્રમાણે ફરીથી મોદી સરકાર બની રહી છે. NDAને 339-365 બેઠકો મળશે એવું અમુક ચેનલોનું અનુમાન છે. માટે હવે જોવાનું એ રહેશે કે આખરે કોની સત્તા બનશે. જો બીજી તરફ વાત કરીએ તો પાકિસ્તાનની જનતા પણ એવું નથી ઈચ્છતી કે વડાપ્રધાન તરીકે મોદી ફરીથી આવે. તો વળી પાકિસ્તાનનાં વડા પ્રધાને થોડા સમય પહેલા જ કહ્યું હતું કે મોદી પીએમ બનશે તો પાકિસ્તાન સાથે વાર્તાલાપ કરે એવી આશા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 23મેના રોજ પાકિસ્તાનમાં પણ લાઈવ દેખાશે ભારતની ચૂંટણીના પરિણામો, કર્યું ખાસ જલસાનું આયોજન appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/23-may-loksabha-election-result-livetelecast-in-pakistan-also/
via Best Gujarati News

0 Comments