રમઝાન પુરો થશે એટલે તરત સાઉદી અરબનાં ત્રણ પ્રમુખ માણસોને મોતની સજા આપવામાં આવશે. મળતી જાણકારી મુજબ ત્રણ શખ્સોમાં અલ અવદાહ, અલ કરની અને અલ ઓમારીનો સમાવેશ થાય છે. તેના હોદાની વાત કરીએ તો અલ અવદાહ આંતરરાષ્ટ્રીય સુધારાવાદી છે, અલ કરની ઉપદેશક અને લેખક છે તેમજ અલ ઓમારી બ્રોડકાસ્ટર છે. આ ત્રણેય પર કથિત રીતે આતંકવાદનો આરોપ છે.

એક રિપોર્ટમાં સરકારી સુત્રો અને એક આરોપીનાં પરિવારના હવાલે કહેવામાં આવ્યું છે કે જેવો જ રમઝાન પુરો થશે કે તરત આ ત્રણે લોકોને મોતની સજા સંભળાવવામાં આવશે. જો કે સતાવાર રીતે આ કેસ મામલે સરકારે કોઈ જાહેરાત કરી નથી.

સાઉદીમાં લાંબા સમય સુધી વિપક્ષનાં ચહેરા તરીકે રહી ચૂકેલા અને ઈન્સ્ટીટ્યુટ ફોર ગલ્ફ અફેયરના પ્રમુખ અલી અલ મહમદનું કહેવું છે કે આ ત્રણેય પ્રમુખ માણસોને મોતની સજા આપવી એ મોટો અપરાધ છે. આવું કરવાથી સાઉદીના નાગરિકોમાં આત્મસમર્પણ કરવા માટે ડરનો માહોલ પેદા થશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય લોકોને 2017માં ક્રાઉન પ્રિંસ સલમાનના કથિત ભ્રષ્ટાચાર વિરોધ અભિયાનનાં લીધે અરેસ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રમઝાન પુરો થતા જ આ ત્રણ મોટા માથાઓને સંભળાવવામાં આવશે સજા-એ-મોત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/saudi-arabia-to-execute-three-prominent-scholars-after-ramzan/
via Best Gujarati News

0 Comments