ફ્રાંસમાં ભારતની રાફેલ ટીમમાં ઘુષણખોરીના પ્રયાસની સનસનાટી, IAF અલર્ટ પર
કસભાની ચૂંટણી દરમિયાન છવાયેલો રાફેલ યુદ્ધ વિમાન મામલો હવે પરિણામના આગલા દિવસે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે ફ્રાંસથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યાં છે. ફ્રાંસમાં કેટલાક અજાણ્યા તત્વો દ્વારા ભારતીય રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમમાં ઘુષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઘટના સામે આવતા જ ભારતીય વાયુસેના એલર્ટ પર છે.
ભારતીય વાયુસેના(IAF)ની પેરિસ સ્થિત ઓફિસ પર રવિવારે ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓફિસ આઈએએફની રાફેલ પ્રોજેકટ મેનેજમેન્ટની ટીમની છે. વાયુસેનાએ આ અંગે ડિફેન્સ મંત્રાલયને સૂચના આપી છે. આ ટીમ ફ્રાંસમાં 36 રાફેલ વિમાનોના પ્રોડક્શન પર નજર રાખવા અને ભારતીય પાયલોટને ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહી છે.
Indian Air Force Rafale office broken into in France
Read @ANI Story | https://t.co/JQ8uArTpw7 pic.twitter.com/j0WeyR31RT
— ANI Digital (@ani_digital) May 22, 2019
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની આગેવાની ગ્રુપ કેપ્ટન રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. ઓફિસ પેરિસના બહારના ભાગમાં આવેલી છે. જોકે હજી સુધીમાં ઘૂસણખોરીનો ઉદેશ્ય જાસૂસી હતો કે કંઈક બીજો, તે જાણી શકાયું નથી.
જોકે હજી સુધીમાં ભારતીય વાયુસેના, રક્ષા મંત્રાલય કે ફ્રાંસની એમ્બેસીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. કેટલાક અધિકારીઓના કહેવા પર આ રિપોર્ટ જાહેર કરાયો છે. આ અહેવાલ બાદ ભારતીય વાયુસેના હરકતમાં આવી છે અને અલર્ટ પર છે.
ફ્રાંસની કંપની ડેસોલ્ટ એવિએશનના મેન્યુફેક્ચરિંગ યૂનિટમાં જ ભારત માટે રાફેલ યુદ્ધ વિમાન તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ફ્રાંસ આગામી 5 વર્ષમાં 36 રાફેલ વિમાન ભારતને આપશે. રાફેલ વિમાનની પહેલી ડિલિવરી આગામી 25 મહિનામાં ભારતને મળવાનું શરૂ થઈ જશે. ભારતે ફ્રાંસ સાથે જે 36 યુદ્ધ વિમાનોનો સોદો કર્યો છે, તેની પહેલી ડિલિવરી આ વર્ષે જ સપ્ટેમ્બર મહિનામાં થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફ્રાંસમાં ભારતની રાફેલ ટીમમાં ઘુષણખોરીના પ્રયાસની સનસનાટી, IAF અલર્ટ પર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/attempted-break-in-at-iafs-paris-office-handling-rafale-jets/
via Best Gujarati News
0 Comments