સ્મૃતિ ઈરાનીના આ વર્તનથી ગદગદ થયા આશા ભોસલે, વખાણ કરતા કહ્યું…
ગુરુવારે સાંજે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીઘા હતા. આ પ્રસંગે દેશ-વિદેશના નેતા-રાજનેતા અને જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં બોલિવૂડ પણ સામેલ હતું. બોલિવૂડથી દિગ્ગજ સિંગર આશા ભોસલે પણ આ શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હી પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં લગભગ 8 હજારથી વધુ લોકો સામેલ થયા હતા એવી માહિતી મળી છે. શપથવિધિનું આ કાર્યક્રમ રાતે લગભગ 9 વાગે સમાપ્ત થયું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ કાર્યક્રમના સમાપ્ત થયા બાદ સિંગર આશા ભોસલેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ભીડમાં ફસાઈ ગયા હતા અને કોઈ પણ તેમની મદદ માટે આગળ આવ્યું નહોતું. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની મદદ કરી હતી. આ ઘટનાની માહિતી આશા ભોસલેએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.
આશા ભોસલેએ ટ્વીટર પર સ્મૃતિ ઈરાની સાથે એક ફોટો શેર કરી છે. ફોટો શેર કરી તેમને લખ્યું કે,‘પીએમ શપથવિધિ કાર્યક્રમ બાદ હું ભીડમાં ફસાઈ ગઈ હતી. સ્મૃતિ ઈરાની સિવાય કોઈ મારી મદદ માટે આગળ આવ્યું નહોતું. સ્મૃતિએ મારી પરિસ્થિતિને સમજી આ સુનિશ્ચિત કર્યું કે હું સુરક્ષિત ઘરે પહોંચું. તે લોકો માટે વિચારે છે તેથી તે જીતી છે.’ રિપોર્ટ મુજબ સ્મૃતિ ઈરાનીએ પણ આ ટ્વીટનો રિપ્લાય આપ્યો. સ્મૃતિ ઈરાનીએ હાથ જોડીને એક ઇમોજી શેર કરી છે.
— Smriti Z Irani (@smritiirani) May 31, 2019
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં બોલિવૂડ સેલેબ્સમાંથી ડાયરેક્ટર્સ, એક્ટર્સ, એક્ટ્રેસ, કોમેડિયન પહોંચ્યા હતા. જેમાં કંગના રનૌત, કરણ જોહર, દિવ્યા કુમાર ખોસલા, અનુપમ ખેર, અનિલ કપૂર, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય, શાહિદ કપૂર અને મીરા કપૂર સહિત અન્ય બી-ટાઉની હસ્તી હાજર રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્મૃતિ ઈરાનીના આ વર્તનથી ગદગદ થયા આશા ભોસલે, વખાણ કરતા કહ્યું… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/smriti-irani-helped-asha-bhosle-stranded-in-rush-at-pm-oath-ceremony/
via Best Gujarati News

0 Comments