બોલિવૂડમાં સામાજીક મુદ્દાઓ પર સતત ફિલ્મો બનતી હોય છે. ક્યારે મહિલાઓના અધિકારોને લઈ તો ક્યારે બાળકોના શોષણ જેવા સંવેદનશીલ વિષયોને ફિલ્મોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એવા એક મુદ્દા સાથે આવી રહ્યો છે એક્ટર આયુષ્માન ખુરાના. ફિલ્મ ‘આર્ટિકલ 15’ને અનુભવ સિન્હાએ ડાયરેક્ટ કરી છે. જેમાં સમાજમાં ફેલાયેલ જાત-પાતના ઝેરને દર્શાવવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે ‘આર્ટિકલ 15’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જેમાં જાતિના ભેદભાવના નામે દાયકાઓથી થઈ રહેલા અત્યાચારોને દર્શાવવામાં આવ્યા છે. જેની સૌથી વધુ અસર મહિલાઓ પર થઈ છે. આયુષ્માન ખુરાનાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર ‘આર્ટિકલ 15’નું ટ્રેલર પોસ્ટ કર્યું છે. ફિલ્મની કહાની 2014માં બદાયૂં ગેંગરેપ પર આધારિત છે. નોંધનીય છે કે આ ગેંગરેપની ઘટનાએ સંપૂર્ણ દેશને હચમચાવી દીધો હતો.


ટ્રેલરની શરૂઆત દેશના બંધારણના ‘આર્ટિકલ 15’ની અમુક પંક્તિઓની સાથે થાય છે. ત્યાર બાદ બે છોકરીઓના મર્ડર, ગેંગરેપ અને તપાસની કહાની બતાવવામાં આવી છે. આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં આઈપીએસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મ જોઈ તમને એવું અનુભવ થશે કે આપણે ભલે 21મી સદીમાં પહોંચી ગયા છીએ પરંતુ હાલ પણ જાત પાતના ભેદભાવનું ઝેર સમાજમાં યથાવત છે. આ ફિલ્મ 28મી જૂને રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાત પાતના ભેદભાવ, મર્ડર, ગેંગરેપની કહાની છે ‘આર્ટિકલ 15’, હચમચાવી દેશે ફિલ્મનું ટ્રેલર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/ayushmann-khurranas-film-article-15-trailer-out-today/
via Best Gujarati News

0 Comments