કાજોલની મા તનુજાને છે આ ખતરનાક બીમારી, એક સપ્તાહ સુધી રહેશે હોસ્પિટલમાં
ડાયવર્ટીક્યૂલિટિસ નામની બીમારીથી પીડિત દિગ્ગજ અભિનેત્રી તનુજાને સર્જરીનો સામનો કરવા પડ્યો છે. તેઓ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે સર્જરી બાદ તનુજાના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમને એક સપ્તાહ માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવશે.
આપને જણાવી દઈએ કે ડાયવર્ટીક્યૂલિટિસ પાચન તંત્રથી સંકળાયેલ એક બીમારી છે. જેમાં ડાયવર્ટીકુલા નામના નાના પાઉચોમાં સોજા અને સંક્રમણ થઈ જાય છે. જે આંતરડાની દિવાલો પર વિકસિત થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ પેટમાં દુખાવો થતા 75 વર્ષીય અભિનેત્રી તનુજાને મંગળવારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને દીકરી કાજોલ હોસ્પિયલમાં માતાને મળવા પહોંચી હતી. જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં તનુજાએ,‘પિતૃઋણ’, ‘અ ડેથ ઇન ધ ગૂંજ’, ‘આરંભ’ અને ‘સોનાર પાહાડ’ જેવા પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તનુજા ‘મેમદીદી’, ‘ચાંદ અને સૂરજ’, ‘બહારેં ફરી ભી આએંગી’, ‘જ્વેલ થીફ’, ‘નઈ રોશની’, ‘જીને કી રાહ’, ‘હાથી મેરે સાથી’, ‘અનુભવ’, ‘મેરે જીવન સાથી’ અને ‘દો ચોર’ જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા કાજોલના સસરા અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્શન ડાયરેક્ટર વીરુ દેવગને મુંબઈ ખાતે સાંતાક્રૂઝ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ 77 વર્ષના હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાજોલની મા તનુજાને છે આ ખતરનાક બીમારી, એક સપ્તાહ સુધી રહેશે હોસ્પિટલમાં appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kajol-mother-tanuja-undergoes-surgery-admit-in-hospital/
via Best Gujarati News


0 Comments