અજય દેવગનના પિતા વીરુ દેવગનના નિધન પર સંપૂર્ણ બોલિવૂડમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. બોલિવૂડની જાણીતી હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને સની દેઓલ સહિત કેટલાક અન્ય સ્ટાર્સ અજય દેવગને સંવેદના આપવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન અજયના સારા મિત્ર સૈફ અલી ખાને પણ મિત્રતાની જવાબદારી પૂરી કરતા અજય સાથે મુલાકાત કરી આ દુ:ખના સમયમાં સાંત્વના આપી હતી. દોસ્તીની ફરજ પૂરી કર્યા બાદ સૈફ અલી ખાન પિતાની ફરજ બજાવવા દીકરા ઇબ્રાહિમની ક્રિકેટ મેચ જોવા મેદાન પર ગયો હતો.

ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૈફ, દીકરાને પ્રોત્સાહન આપતા દેખાયો. રિપોર્ટ મુજબ ઇબ્રાહિમ પણ તેના દાદા મંસુર અલી ખાન પટૌડીની જેમ ક્રિકેટર બનવાનું સપનું જોવે છે. કિક્રેટ ગ્રાઉન્ડથી ઇબ્રાહિમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઇબ્રાહિમ ક્રિકેટના મેદાન પર શાનદાર શોટ લગાવતા દેખાયો. દીકરાની જબરદસ્ત બેટિંગ જોઈ સૈફ ઘણો ખુશ દેખાયો હતો. સૂત્રો મુજબ ઈબ્રાહિમ ઘણા લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે ઇબ્રાહિમ એક્ટર નહીં પરંતુ ક્રિકેટર બનવા માંગે છે.

આપને જણાવી દઈએ કે ઇબ્રાહિમ હાલ માત્ર 18 વર્ષનો છે અને માતા અમૃતા સિંહ સાથે રહે છે. કરીના કપૂર સાથે પણ ઇબ્રાહિમની સારી બોન્ડિંગ છે. જ્યારે બહેન સારા અલી ખાન સાથે પણ ઇબ્રાહિમ ઘણી મસ્તી કરે છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઉપરાંત ઇબ્રાહિમના સાવકા ભાઈ તૈમૂલ અલી ખાન સાથે પણ સારી બોન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સૈફ અલી ખાનનો દિકરો ઇબ્રાહિમ દાદા પટૌડીના ‘નકશે કદમ’, કરી રહ્યો છે આ કામ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/saif-ali-khan-son-ibrahim-playing-cricket-like-his-grandfather/
via Best Gujarati News

0 Comments