તમારા મૃત્યુ બાદ ઓટોમેટિક ડિલિટ થઇ જશે Gmail account, જાણો શું છે રીત
જો તમે Gmail, Google મેપ્સ, સર્ચ અથવા Googleની કોઈપણ સર્વિસનો ઉપયોગ કરતા હોવ તો તેમાં કોઇ શંકા નથી કે તમારાથી જોડાયેલ બધી માહિતી તેના સર્વર પર સંગ્રહ થાય છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે આ દુનિયામાં ન હોવ, ત્યારે આ સર્વર પરની માહિતી અને ખાસ કરીને જીમેલ એકાઉન્ટનું શું થાય છે. જો નહિં, તો મુંઝાવાની જરૂર નથી. કારણ કે એક એવો વિકલ્પ પણ છે કે જેના દ્વારા તમારા મૃત્યુ પછી કે લાંબા સમય માટે બિન-ઉપયોગ એકાઉન્ટને Google આપમેળે ડિલિટ કરી દેશે. જાણો કેવી રીતે …
– સૌથી પહેલા myaccount.google.com પર જાઓ.
– પછી Data & personalization પર ક્લિક કરો.
– નીચે સ્ક્રોલ કરી Make a plan for your account પ્લાન પસંદ કરો.
– પછી Start પર ક્લિક કરો.
ઉલ્લેખનિય છે કે આ એક વિકલ્પ છે. જેમાં તમારે એ નક્કી કરવું પડશે કે Gmail તમારે કેટલા સમય નિષ્ક્રિય રહે તો તે કંપની ઓટોમેટિક ડિલિટ કરે. સ્ટાર્ટ પર ક્લિક કર્યા પછી જ તમારી સામે નિષ્ક્રિય એકાઉન્ટ મેનેજરનું એક પેજ આવશે. જેમાં તમે 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 18 મહિના માટે 4 વિકલ્પો જોઈ શકશો.
તમે આમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો, ધારો કે તમે 12 મહિનાનો વિકલ્પ પસંદ કર્યો છે. આવી પરિસ્થિતિમાં સતત 12 મહિના માટે તમારા ખાતામાં, જો તમારી વતી કોઈ પ્રવૃત્તિ ન હોય તો તે ડિલિટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમારા મૃત્યુ બાદ ઓટોમેટિક ડિલિટ થઇ જશે Gmail account, જાણો શું છે રીત appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/heres-how-to-set-your-google-account-to-delete-itself-after-you-die/
via Best Gujarati News
0 Comments