દીદીની સત્તા જવાની છે તેથી તેઓ રઘવાયા બન્યાં છે : પીએમ મોદી
। બાશીરહાટ ।
વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના બાશીરહાટ એક જંગી ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમની બાશીરહાટની આખી રેલી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી નિશાન પર રહ્યાં હતા. મોદીએ કહ્યું કે દીદીનાં રઘવાયાપણું અને અહિંનો જનમેદની જોઈને કહી રહ્યો છું કે બંગાળની મદદથી ભાજપ આ વખતે ૩૦૦ બેઠકો પાર કરી જશે અને તેમાં બંગાળના લોકોની મહત્ત્વની ભૂમિકા હશે. મોદીએ કહ્યું કે આજે આખા બંગાળમાંથી અવાજ આવી રહ્યો છે કે દીદીની સત્તા જવાની છે અને તેથી તેઓ રઘવાયા બન્યાં છે. દીદી બંગાળીઓની પરંપરાના તાણાવાણા તોડી રહ્યા છે. તેઓ પોતાના જ પડછાયાથી ડરી રહ્યાં છે અને રઘવાયા બન્યાં છે આવું એટલા માટે કે તેમને ખબર છે કે તેમનો જનાધાર ખસી ગયો છે. આજે બંગાળનો એક જ અવાજ છે કે ૨૦૧૯ માં દીદીનું પત્તું સાફ થઈ રહ્યું છે. બંગાળમાં દીદી જેવી રીતે ભડકેલા છે તે જોઈને એક વાત સ્પસ્ટ બની છે કે બંગાળ અને દેશભરમાં ભાજપે એકલે હાથે બહુમતી લાવી દેશે.
રાજપાટ ગુમાવાના ડરથી દીદી ભડક્યા છે
દીદીને લાગતું હતું કે તેઓ ત્યાંના લોકોને દગો આપીને, ડરાવીને ધમકાવીને રાજ કરતા રહેશે. પરંતુ જ્યાથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ જેવા લોકો આવી રહ્યાં છે તે ધરતીના લોકો દીદીને સહન નહી કરે. બંગાળના લોકોએ નિર્ણય કરી લીધો છે કે દીદીને સત્તામાંથી બહાર કરવા છે. બંગાળ હિંસા પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે રાજપાટ ગુમાવાના ડરથી દીદી ભડકેલા છે. દીદીએ તેમનું એ રૂપ દેખાડયું છે કે જેના સાક્ષીઓ દિલ્હીમા બેઠેલા તેમના દરબારીઓ છે.
દીદી મારં ગંદામાં ગંદું ચિત્ર બનાવીને મોકલે
ભાજપની યુવા મોરચના નેતા પ્રિયંકા શર્માની ધરપકડના મુદ્દે મમતાને ટોણો મારતા મોદીએ કહ્યું કે દીદીને ફરી એક વાર બંગાળની બેટી પર ગુસ્સો આવ્યો છે અને તેમને જેલમાં પુરાવી દીધા. દીદી તમે પોતે ચિત્રકાર છો, તમારા ચિત્રો કરોડોમાં વેચાય છે. તમે મારૂ ગંદામાં ગંદું ચિત્ર બનાવો અને ૨૩ મે પછી ફરી વાર વડા પ્રધાન બનું ત્યારે આ ચિત્ર મને ભેટમાં આપજો. હું તેને પ્રેમથી સ્વીકારી લઈશ. જિંદગીભર તેને સાથે રાખીશ. કોઈ એફઆઈઆર નહીં કરાવીશ.
કોંગ્રેસમાં નખ કાપીને શહીદ થવાની પરંપરા
બિહારના પાલીગંજ અને ઝારખંડના દેવઘરમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ નેતા પિત્રોડા અને મણિશંકર અય્યર પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસમાં નખ કાપીને શહીદ થવાની પરંપરા રહી છે. મોદીએ કહ્યું કે બે દરબારીઓએ બેટિંગ શરૂ કરી જેથી નામદાર પર હારનું ઠીકરં ન ફૂટે. મહામિલાવટીઓને ફક્ત પરિવારની ચિંતા છે. સેંકડો એકર જમીન હડપી લીધા બાદ તેમની આંખો ફક્ત ચોરીનો માલ મેળવવા માટે ખૂલે છે.
બિહારમાં લાલુ પરિવાર પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ બિહારમાં લાલુ પરિવાર પર નિશાન સાધ્યું હતું. પટણાના પાલીગંજની સભાને સંબોધિત કરતા મોદીએ એક ભાવુક અપીલ કરતા કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી સભા નથી, હું ફરી વાર આવીશ. પીએમ મોદીએ લાલુ પરિવારને બિહારનો સૌથી ભ્રષ્ટ પરિવાર ગણાવ્યો હતો. બિહારે જેની પર ભરોસો કર્યો તેમણે બદનામી સિવાય શું આપ્યું. પિત્રોડા-અય્યર પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે બે દરબારીઓએ બેટિંગ શરૂ કર્યું જેથી નામદાર પર હારનું ઠીકરં ન ફૂટે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દીદીની સત્તા જવાની છે તેથી તેઓ રઘવાયા બન્યાં છે : પીએમ મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/doi-ji-jani-ji-teeth/
via Best Gujarati News
0 Comments