। નવી દિલ્હી ।

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું મીમ સોશિયલ મીડિયામાં શેયર કરવા માટે જેલભેગા કરી દેવાયેલા ભાજપ યુવા મોરચાના નેતા પ્રિયંકા શર્માની મુક્તિમાં વિલંબ માટે બુધવારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારનો ઉધડો લઇ નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભારતીય જનતા યુવા મોરચનાની નેતા પ્રિયંકા શર્માની ધ્પકડ પ્રાથમિક દૃષ્ટિએ પક્ષપાતી લાગી રહી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રિયંકા શર્માના ભાઇના વકીલે જણાવ્યું હતું કે, મંગળવારે સુપ્રીમ કોર્ટે પ્રિયંકા શર્માને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં મમતા સરકારે તેમને મુક્ત કર્યા નથી. જોકે, પશ્ચિમ બંગાળ સરકારના વકીલે જસ્ટિસ ઇંદિરા બેનરજી અને જસ્ટિસ સંજીવ ખન્નની વેકેશન બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, પ્રિયંકા શર્માને બુધવારે સવારે ૯.૪૦ કલાકે જેલમાંથી મુક્ત કરી દેવાયાં છે.

બેન્ચે જણાવ્યું હતું કે, આ ચાલી શકે નહીં. પહેલીવાત તો એ કે આ ધરપકડ જ પ્રાથમિક દૃષ્ટિએ પક્ષપાત લાગે છે.

જેલમાં પાંચ દિવસ અત્યાચાર કરાયો : પ્રિયંકા શર્મા

મમતા બેનરજીનું મીમ પોસ્ટ કરવા માટે પાંચ દિવસ જેલમાં ગુજાર્યા બાદ બુધવારે મુક્ત થયેલી પ્રિયંકા શર્મા એ જણાવ્યું હતું કે, મેં કશું ખોટું કર્યું નથી તેથી મમતા બેનરજીની માફી માગવાનો સવાલ જ પેદા થતો નથી. પ્રિયંકા શર્માએ આરોપ મૂક્યો હતો કે, જેલમાં મારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેલરે મને ધક્કો માર્યો હતો. જેલમાં તેઓ મારી સાથે ઘણી ક્રૂરતાથી વર્તતા હતા અને જેલમાં સામાન્ય સ્થિતિ પણ સારી નહોતી. મને જામીન મળી ગયાં હોવા છતાં તેઓએ મને પાંચ દિવસ સુધી કોઇની સાથે વાત કરવા દીધી નહોતી. જેલમાં પાણીની સુવિધા જ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેં કશું ખોટું કર્યું જ નથી તો માફી માગવાનો સવાલ જ ઊભો થતો નથી : પ્રિયંકા શર્મા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/i-nothing-wrong-done-a-naught/
via Best Gujarati News

0 Comments