વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર કાગળ પર ઇમાનદાર : માયાવતીનો કટાક્ષ
। લખનઉ ।
બસપા સુપ્રીમો માયાવતી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વચ્ચે શાબ્દિક જંગ ચરમસીમાએ પહોંચ્યો છે અને એનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે માયાવતી પોતાને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. આનો અંદાજ તેમની વચ્ચે ચાલતા આરોપ-પ્રત્યારોપોમાં જોવા મળી રહ્યો છે. મોદી ચૂંટણી રેલીમાં માયાવતી અને ગઠબંધન પર આરોપો લગાવે છે અને માયાવતી એનો પલટવાર કરવામાં જરાય પાછીપાની કરતાં નથી. માયાવતીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે મોદી જેમ માત્ર કાગળ પર જ ઓબીસી છે એમ તેઓ માત્ર કાગળ પર જ ઇમાનદાર છે.
ભાજપના લોકો પાસે બેનામી સંપત્તિ
માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે દેશ જાણે છે કે સૌથી વધારે બેનામી સંપત્તિ ધરાવતા ભ્રષ્ટ લોકો જ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ અને વડા પ્રધાન વાસ્તવમાં છે કંઈક અલગ પણ લોકો સમક્ષ તેઓ ઇમાનદાર હોવાની છબિ બનાવે છે.
મેં સંપત્તિ છુપાવી નથી : માયાવતીએ કહ્યું હતું કે મોદી શાલીનતાની તમામ હદ પાર કરી ચૂક્યા છે. તેઓ બસપાને બહેનજીની સંપત્તિ વાળી પાર્ટી કહેવામાં ગભરાતા નથી. મારી પાસે જે છે એ તમામ મારા શુભિચંતકો અને સમાજે આપેલું છે. મેં કંઈ પણ સરકારથી છુપાવ્યું નથી.
મોદીની વિરાસત કાળા ધબ્બા સમાન
માયાવતીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ અરાજકતા, સંકીર્ણતા, હિંસા, તંગદિલી, અફરાતફરી, દ્વેષ અને ધૃણાથી ભરેલો રહ્યો છે. એમની વિરાસત ભાજપ અને દેશ પર કાળા ધબ્બા સમાન છે.
મોદી નિષ્ફળ રહ્યા છે
માયાવતીએ કહ્યું હતું કે જનહિત અને દેશહિત માટે હું એકદમ ફિટ છું.અને મારી તુલનામાં મોદી વધારે અનફિટ છે. અમારી સરકારના સમયમાં ઉત્તર પ્રદેશ શાંત હતું. મોદી પબ્લિક ઓફિસ સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર કાગળ પર ઇમાનદાર : માયાવતીનો કટાક્ષ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/prime-minister-narendra-modi-3-10/
via Best Gujarati News
0 Comments