ગુજરાતમાં કોંગ્રેસે ફરી એક વાર 26 માંથી 26 બેઠકો ગુમાવી છે, ભૂંડી હાર માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નૈતિક જવાબદારી સ્વીકારી છે. પ્રદેશ પ્રમુખે ગુરુવારે પ્રદેશ કાર્યાલય ખાતે જણાવ્યું કે, જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. ભાજપે સત્તા, પૈસા અને શામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવી છતાં કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી લડયા છે. હાર અંગે હાઈકમાન્ડને રિપોર્ટ મોકલવામાં આવશે.

તેમણે કહ્યું કે, પરિણામો અપેક્ષાથી વિપરિત છે. જોકે જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ચાલુ રાખીશું. જે પરિણામો આવ્યા છે તે અંગે ચિંતન કરી મજબૂત સંગઠન બનાવવા પ્રયાસ કરીશું. પરિણામો વિપરિત આવ્યા તે અભ્યાસનો વિષય છે.

લીડ કેમ વધારે આવી તેનો અભ્યાસ કરી ચિંતન કરવામાં આવશે. આંતરિક વિખવાદથી પરિણામોને અસર થઈ નથી. ગુજરાતમાં ભૂંડી રીતે હાર થઈ તેની નૈતિક જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું કે, જે કંઈ ખામીઓ હશે તેને દૂર કરીને વધુ સારું કરવા માટે પ્રયાસ કરીશું.

ઈવીએમ અંગે સવાલ ઉઠાવતાં કહ્યું કે, આણંદમાં આંકડામાં ફેરફાર સામે આવ્યા છે, ચૂંટણી પંચની પારર્દિશતા ઉપર પહેલેથી શંકા હતી. 1.33 લાખ મતોની વધારે ગણતરી કઈ રીતે થઈ શકે તે મોટો સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસે જનાદેશનો સ્વીકાર કર્યો, આજથી કોંગ્રેસ કરશે આ કામ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/loksabhaelection2019-congress-accepted-the-mandate-after-a-bad-defeat-in-gujarat/
via Best Gujarati News

0 Comments