રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય થવાને પગલે તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાય તેવી શક્યતા છે.

આણંદમાંથી ચૂંટણી લડેલ ભરતસિંહ અને બારડોલી બેઠક પરથી ચૂંટણી લડેલ તુષાર ચૌધરીના રાજકીય ભાવિ માટે આ ચૂંટણી મહત્વની અને નિર્ણાયક હતી. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ આ બંન્ને દિગ્ગજો હાર્યા હતા.

આમ, ૨૦૧૯ની ચૂંટણીમાં પણ તેમનો પરાજય થવાને કારણે તેમનું રાજકીય ભાવિ જોખમાયું છે અને સતત બે વાર લોકસભાની ચૂંટણી હારવાને કારણે હવે તેમની કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોની રાજકીય કારકિર્દી પર મૂકાયું પૂર્ણ વિરામ? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-the-two-former-chief-ministers-sons-political-career-has-a-complete-stop/
via Best Gujarati News

0 Comments