વર્લ્ડ કપ પહેલા કોહલીનું મોટું નિવેદન, આ ટીમ સૌથી પહેલા બનાવશે 500 રન!
2019નાં વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે એક પ્રશ્ન ચોતરફ ગુંજી રહ્યો છે કે આ વખતે કઈ ટીમ 500 રનનો સ્કોર બનાવી શકશે. આ સવાલ પર ભારત કેપ્ટન કોહલીનું માનવું છે કે ઈંગ્લેડ વન-ડે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 રન બનાવનારી દુનિયાની પહેલી ટીમ બની શકે છે.
વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલા વીડિયો કોન્ફરન્સમાં કોહલીને પુછવામાં આવ્યું કે આગામી ટુર્નામેન્ટમાં 500 રન બનાવી શકશે. કોહલી સાથે બેઠેલા ઈંગ્લેન્ડનાં કેપ્ટન ઈયોન મોર્ગનની તરફ ઈશારો કરીને કોહલીએ કહ્યું કે, હું માત્ર એટલું જ કહી શકું કે આ લોકો પર આધાર રાખે છે. એવું લાગે છે કે આ ટીમ બીજી ટીમની પહેલા 500 રન બનાવવા માટે ઉતાળવા થઈ રહ્યાં છે.
કોહલીએ સ્વીકાર્યું કે આ વખતે રનની બાબતે ઘણા રોકોર્ડ જોવા મળશે. જો કે આગળ કહ્યું કે દબાવનાં કારણે 260-270 રનનો ટાર્ગેટ કરવો પણ મુશ્કેલ છે. આ વખતે મોટા મોટા સ્કોર તમને જોવા મળશે પરંતુ મે જેમ સ્વદેશમા પણ કહ્યું હતું એમ આ વખતે 260-270 રન બનાવવા એ 370-380 રન બનાવવા જેટલું મુશ્કેલ થશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે બધાને કોહલી પાસે આશા છે કે ટુર્નામેન્ટની શરૂઆતમાં ભારતના બધા ખેલાડી વધારે સતર્ક રહેશે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટનને પણ એવું પુછવામા આવ્યું કે કોણ વધુ રન બનાવી શકશે ત્યારે એમણે કહ્યું કે, પાછળના કેટલાક વર્ષોમાં ઈંગ્લેન્ડનો સ્કોર સતત વધતો રહ્યો છે. પરંતુ હું એ પાક્કુ ન કહી શકું કે સૌથી પહેલા 500નો સ્કોર કોણ કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ પહેલા કોહલીનું મોટું નિવેદન, આ ટીમ સૌથી પહેલા બનાવશે 500 રન! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-cricket-world-cup-2019-virat-kohli-said-england-obsessed-with-getting-to-500-run/
via Best Gujarati News
0 Comments