દેશની જનતાએ બીજેપીને પ્રચંડ બહુમતી સાથે એકવાર ફરી સત્તામાં વાપસી કરાવી છે. પીએમ નરેન્દ્ર મોદીની આ જબરદસ્ત જીતને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવી રહી છે. નેતા, રાજનેતા, જનતા અને લોકપ્રિય હસ્તીઓ પણ પીએમ મોદીને જીત માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે બોલિવૂડની બેબાક અભિનેત્રી કંગના રનૌતે નરેન્દ્ર મોદી અને બીજેપીની જીતની ઉજવણી એક અલગ અને ખાસ અંદાજમાં કરી છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડની ક્વીન કંગન રનૌતે આ ક્ષણ તેની ફેમિલી સાથે હિમાચલમાં મનાવ્યો. કંગના હાલ તેના હિમાચલ ખાતે આવેલ ઘરે રજાઓનો આનંદ માણી રહી છે. પીએમ મોદીના જીતનો જશ્ન કંગનાએ પકોડા બનાવીને મનાવ્યો જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે તેના ટ્વીટર એકાઉન્ટ પર કંગનાની આ તસવીરોને પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે,‘કંગના ક્યારેક ક્યારેક રાંધે છે જ્યારે તેઓ એકદમ ખુશખુશાલ હોય છે. પીએમ નરેન્દ્ર મોદીની જીતની ખુશીમાં આજે તેને અમને ચા સાથે પકોડાની ટ્રીટ આપી.’

Image result for Actress Kangana Ranaut Celebrated PM Modis win in Loksabha Election

ઉલ્લખેનીય છે કે લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીને સુપરસ્ટાર રજનીકાંતે પણ શુભેચ્છા પાઠવી છે. દેશ-વિદેશથી મળી રહેલા શુભેચ્છા સંદેશો વચ્ચે બોલિવૂડની લગભગ દરેક જાણીતી હસ્તીઓને પણ પીએમ મોદીને જીત માટે શુભકામના આપી છે. જ્યારે સલમાન ખાને પણ મોદીને શુભેચ્છા આપતા લખ્યું કે ભારતને મજબૂત બનાવવા માટે જરૂરી હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કંગનાએ પકોડા બનાવી સેલિબ્રેટ કરી PM મોદીની પ્રચંડ જીત, તસવીરો આવી સામે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actress-kangana-ranaut-celebrated-pm-modis-win-in-loksabha-election/
via Best Gujarati News

0 Comments