પુત્રો માટે ટિકિટ મેળવવા દબાણ કરનારા સિનિયર નેતાઓ સામે રાહુલ નારાજ : સૂત્રો
। નવી દિલ્હી ।
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના કારમા પરાજય માટે જવાબદારી સ્વીકારવાની સાથે સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વલણ અને વર્તન સામે ઘેરો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ પક્ષના કેટલાક સિનિયર નેતાઓ પર પાર્ટી કરતાં પોતાના સંતાનોના હિતોને વધુ પ્રાધાન્ય આપવાનો આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ નેતાઓએ જો તેમના પુત્રોને ટિકિટ ન અપાય તો રાજીનામા આપી દેવાની ધમકી આપી હતી. લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયની ચર્ચા કરવા માટે મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પોતાના પુત્રો માટે ટિકિટ મેળવવા દબાણ કરનારા સિનિયર નેતાઓ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દલીલ કરી હતી કે, કોંગ્રેસે સક્ષમ સ્થાનિક નેતાઓને આગળ આવવા દેવા જોઈએ ત્યારબાદ રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોગ્રેસ સત્તામાં છે તેવા રાજ્યોમાં પાર્ટીનો દેખાવ અત્યંત બદતર રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મારી ઇચ્છા ન હોવા છતાં તેમના પુત્રો માટે ટિકિટ આપવા દબાણ કર્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્ પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ મજબૂત વિરોધ ઊભો કરવા માટે પ્રચાર દરમિયાન તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા રાફેલ અને ચોકીદાર ચોર હૈ જેવા નારાઓ અને મુદ્દાઓને જનતા મધ્યે લઈ જવામાં પાર્ટીના નેતાઓ નિષ્ફળ રહ્યાં છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જવાબદારી ઇચ્છું છું. હું મારી પોતાની જવાબદારી સ્વીકારીને પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામં આપું છું. જોકે તેમના રાજીનામાને નકારી કાઢતાં વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ અગ્રિમ મોરચે નતૃત્વ પૂરું પાડયું છે અને તેમણે હતાશ થવાની કોઈ જરૂર નથી.
૧. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જોધપુરથી ચૂંટણી લડયા, પરાજય થયો.
૨. કમલનાથના પુત્ર છિંદવાડાથી ચૂંટણી લડયા અને વિજયી થયા.
૩. ચિદમ્બરમના પુત્ર ર્કાિત શિવગંગાથી ચૂંટણી લડયા અને વિજયી થયા.
સોનિયા, પ્રિયંકા ઈચ્છતા હતા કે રાહુલ પ્રમુખપદેથી રાજીનામું આપે!
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં કારમા પરાજયની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પક્ષ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. જો કે કારોબારીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું. પક્ષને તેમનાં નેતૃત્વની જરૂર છે તેવી સર્વાનુમતે રજૂઆત કરાઈ હતી. યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી અને તેમના પુત્રી તેમજ રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી વાડરા એવું ઈચ્છતા હતા કે રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખનાં હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ. પક્ષનું સૂકાન અન્ય કોઈ નેતાને સોંપવું જોઈએ. રાહુલ ગાંધીને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે, આપણે આપણી લડાઈ ચાલુ રાખવી જોઈએ. હું પાર્ટીનો શિસ્તબધ્ધ સેનાની બનીને રહીશ. નિડરતાથી લડાઈ અને સંઘર્ષ ચાલુ રાખીશ પણ પક્ષ પ્રમુખપદે હું રહેવા માગતો નથી. આ પછી સોનિયા ગાંધી અને પ્રિયંકાએ પ્રત્યાઘાતો આપ્યા હતા કે આ રાહુલ ગાંધીનો વ્યક્તિગત નિર્ણય છે તેથી અમે તેમને સમજાવી શકીશું નહીં. અગાઉ એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે પ્રિયંકાએ રાહુલને રાજીનામું નહીં આપવા સમજાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પુત્રો માટે ટિકિટ મેળવવા દબાણ કરનારા સિનિયર નેતાઓ સામે રાહુલ નારાજ : સૂત્રો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/get-tickets-for-boys/
via Best Gujarati News
0 Comments