દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી બાદ પોતાના કાર્યકર્તાઓમાં આવેલી નિરાશાને દૂર કરવા માટે સકારાત્મકતા સાથે સંબોધન કર્યું હતું. હાઉઝ ધી જોશ..સાથે સંબોધ શરી કરી કેજરીવાલે કહ્યું કે, નિરાશ થવાની જરૂર નથી, જનતા દિલ્હી સરકારનાં વખાણ કરી રહી છે, પોતાનો કોલર ઉપર કરો અને જનતા વચ્ચે જાઓ અને કહો કે મોટી ચૂંટણીઓમાં જે કર્યું તે કર્યું, પણ નાની ચૂંટણીઓ આવી રહી છે, તેમાં આપને વોટ કરે.

તેઓએ કહ્યું કે, છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા વોટ મળ્યા હતા, આ વખતે રેકોર્ડ તૂટશે, પણ એક શરત છે. પોતાની નિરાશા ખતમ કરો અને બધા પોતાના ચહેરા પર સ્માઈલ દેખાડો.

લોકસભા ચૂંટણી મોદી અને રાહુલ ગાંધીની હતી

દિલ્હીમાં સાત સીટો પર હાર બાદ કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે પંજાબી બાગમાં આયોજિત સંમેલન દરમિયાન કેજરીવાલે કહ્યું કે, આ એક મોટી ચૂંટણી હતી. મને લોકોએ કહ્યું હતું કે, આ મોટી ચૂંટણી છે, દિલ્હીની જનતા નાની ચૂંટણીઓમાં તમારી સાથે છે. કેજરીવાલે કહ્યું, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતા તમને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવશે. સમગ્ર દિલ્હીમાં એ સાંભળવા મળે છે કે, આ મોટી ચૂંટણી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હતી, કેજરીવાલની ચૂંટણી ન હતી.

4 વર્ષોમાં આપણે દિલ્હી માટે ઘણાં કામ કર્યા છે

કેજરીવાલે કહ્યું કે, સમગ્ર દેશમાં અલગ પ્રકારનું વાવાઝોડું હતું, જેનાથી દિલ્હી પણ અછૂતી રહી ન હતી. થોડાં કાર્યકર્તાઓ નિરાશ નજર આવી રહ્યા છે. તેમને હું કહેવા માગુ છું કે, નિરાશ ન થાઓ, જનતા દિલ્હી સરકારનાં વખાણ કરી રહી છે. સત્તામાં આવ્યા બાદ આપણામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. જે આંદોલન સમયે પાર્ટી બની હતી, તે આજે પણ છે. આજે દિલ્હીમાં સારી શિક્ષા, સ્વાસ્થ્ય સેવા છે. સાડા ચાર વર્ષોમાં આપણે દિલ્હી માટે ઘણાં કામ કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હાઉઝ ધી જોશ… કારમી હાર પર બોલ્યા કેજરીવાલ: મોદી-રાહુલની ચૂંટણી હતી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/arvind-kejriwal-asks-aap-workers-hows-the-josh/
via Best Gujarati News

0 Comments