અગરતલા :

મુશળધાર વરસાદને કારણે ત્રિપુરાની માનુ નદી, જૂરી અને કાકતી નદી છલકાઈ જતા સ્થિતિ વણસી છે. ભારે વરસાદને કારણે ૭૦૦થી વધુ લોકો ઘરવિહોણા થઈ ગયા છે. તેમને સલામત સ્થળે લઈ જવાયા છે. વિનાશક પૂરને કારણે ૧,૦૦૦થી વધુ મકાનો પડી ગયા છે. ઉત્તર ત્રિપુરા અને ઉનાકોટી તેમજ ધલાઈ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ સક્રિય બની છે. તોફાની પવન અને ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પૂરનાં પાણી ફરી વળ્યા છે. વૃક્ષો અને લાઇટનાં થાંભલાઓ પડી ગયા છે. આથી કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

૮ જિલ્લામાં સ્થિતિ ગંભીર

પૂરને કારણે ત્રિપુરાનાં ૮ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે. જો કે હજી કોઈ જાનહાનિના સમાચાર નથી. NDRF, ત્રિપુરા સ્ટેટ રાઇફલ અને રાજ્ય તેમજ જિલ્લા સત્તાવાળાઓને સાબદાં કરાયા છે. ૯ સ્પીડ બોટ અને ૪૦ રેસ્ક્યૂ બોટ બચાવ કાર્યમાં સક્રિય કરાઈ છે.

પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં સ્થિતિ વણસી

એનડીઆરએફનાં જણાવ્યા મુજબ માનુ, જુરી અને કાકતી નદીએ ભયજનક સપાટી વટાવી છે અનેક લોકો પૂરનાં પાણી ઘરમાં ઘૂસી જતાં ફસાઈ ગયા છે. જેમને સુરક્ષિત સ્થળોએ અને રાહત શિબિરોમાં લઈ જવાયા છે.

કલાકના ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

ધલાઈ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. ઉનાકોટીમાં ૩૫૮ મકાનો પડી ગયા છે. નોર્થ ત્રિપુરામાં ૩૮૧ મકાનોનો નાશ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કલાકના ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ત્રિપુરામાં મુશળધાર વરસાદ : નદી- નાળા છલકાયા : ૭૦૦ ઘરવિહોણા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/tripura-mushaladhar-varasa/
via Best Gujarati News

0 Comments