મહિલાએ ફોન પર કહ્યું, ‘ભાભી અને છોકરી બંને છે’ને વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા
હીરાબાગના નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ચાર મહિલા અને ત્રણ પુરુષે રૃપિયા 4 લાખ પડાવી લીધા હતા. અજાણી મહિલાએ વૃદ્ધને ફોન કરી પાંચ પાંડવના ઓવારા પાસેના ઓમકાર કોમ્પ્લેક્સમાં લઈ જઈ શિકાર બનાવ્યો હતો.
વરાછા, હીરાબાદ પાસે રહેતા છગનભાઈ (ઉં.વ.58) નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ગઈકાલે સવારે વરાછા, મોટી ચોપાટી પાસેથી મોપેડ પર જઈ રહ્યા હતા તે સમયે તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલા તમે આવવાના હતા, કેમ આવ્યા નહી? એમ કહેતા તેમણે કામ છું પછી ફોન કરીશ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ અડધા કલાક પછી છગનભાઈએ સામેથી કોલ કરતા ફોન પર બોલનારી મહિલાએ તેમને ફૂલપાડા આવવા કહ્યું હતું. તેમણે ફૂલપાડા આવવાનું કારણ પૂછતા મહિલાએ ‘ભાભી અને છોકરી બંને હાજર છે’, એમ કહી ફૂલપાડા આવવા કહ્યું હતું. જેને પગલે છગનભાઈને લાલચ જાગતા તેઓ ફૂલપાડા પહોંચી ગયા હતા. જ્યાં તેમને ત્રીસેક વર્ષની બે મહિલા મળી હતી. બંને મહિલા તેમને પોતાની સાથે પાંચ પાંડવના ઓવારા પાસેના ઓમકાર કોમ્પ્લેક્સમાં લઈ ગઈ હતી. તેઓ પાંચમા માળે પહોંચતા એક ફ્લેટમાં પહેલેથી બે મહિલા બેસેલી હતી.
ત્યારબાદ તેમને એક મહિલા રૃમમાં લઈ હતી. બંનેએ એકબીજાના કપડા ઉતર્યા હતા. તે દરમિયાન બહારથી બે અજાણ્યા પુરુષ તેમના રૃમમાં પ્રવેશ્યા હતા. બંનેએ પોતાની ઓળખ ડી-સ્ટાફના માણસો તરીકે આપી હતી. જેને પગલે તેમની સાથેની મહિલા રૃમમાંથી બહાર નીકળી ગઈ હતી. બંને પુરુષોેએ બળાત્કારની ફરિયાદ દાખલ કરવા સાથે મીડિયાને બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. દરમિયાન અન્ય એક પુરુષે રૃમમાં આવી પોતાની ઓળખ મોટા અધિકારી તરીકે આપી આ મામલે સમાધાન કરવાના બદલામાં રૃ. 7.50 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ તેમની વચ્ચે રૃ. 4 લાખમાં સમાધાન થયું હતું. છગનભાઈએ ભત્રીજા પાસે રૃપિયા મંગાવી આ ટોળકીને આપ્યા હતા. ત્યારબાદ આખી વાત ભત્રીજાને કરતા મામલો કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મહિલાએ ફોન પર કહ્યું, ‘ભાભી અને છોકરી બંને છે’ને વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/the-elderly-man-got-trapped-in-the-honeytrap-at-surat/
via Best Gujarati News
0 Comments