ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ટપોરીએ દુષ્કર્મ આચર્યું
વેકેશન યુપીથી સુરત કાકાના ઘરે આવેલી વિદ્યાર્થીની પર અમરોલી વિસ્તારના ટપોરીએ બળાત્કાર ગુર્જાયો હતો. પીડિત વિદ્યાર્થીને ટપોરી યુવાને ધમકી આપી પોતાની સાથે મોપેડ પર નેશનલ હાઈવ તરફ લઈ જઈ અવાવરી જગ્યામાં બેથી ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના પિતાની ફરિયાદ લઈ અમરોલી પોલીસે બળત્કારી યુવકની શોધખોળ શરૃ કરી છે.
પીડિત વિદ્યાર્થીની યુપીમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. હાલ તેણીનું વેકેશન હોય અને સુરતમાં સંબંધીની પુત્રીનો લગ્નપ્રસંગ હોય પીડિતાને માતા-પિતાએ સુરત મોકલી હતી, અને વેકેશનના દિવસો દરમિયાન અમરોલી વિસ્તારમાં રહેતા કાકાના ઘરે રહેવા કહ્યું હતું. દરમિયાન ગત તા. ૨૫મીએ પીડિતા અને પિતરાઈ બહેન વચ્ચે દુપટ્ટા બાબતે ઝઘડો થયો હતો. જેને પગલે પીડિતા કાકાના ઘરેથી નજીકમાં રહેતા મામાના ઘરે આવવા નીકળી હતી. દરમિયાન તેણીને કેટલાક દિવસથી તેમના ઘરની આજુબાજુમાં આંટાફેરા મારતો રણજિત ઉર્ફે અંશકુમાર જિતેન્દ્ર ઉર્ફે સિકન્દરસિંગ ગુર્જર નામના યુવાને રોકી હતી.
રણજીત પોતાની ભાભી મળવા બોલાવી રહી છે, એમ કહી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ તેણે પીડિતાને મામાના ઘરે મૂકવા જવાની વાત કરી મોપેડ પર પોતાની સાથે નેશનલ હાઈવ તરફ અવાવરી જગ્યામાં લઈ ગયો હતો. પીડિતાએ વિરોધ કરતા રણજિતે તેણીને જાનથી મારી ધમકી આપી હતી. ત્યારબાદ અવાવરી જગ્યામાં બેથી ત્રણ વખત બળાત્કાર ગુજારી મામા ઘર પાસે છોડીનો ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ટપોરીએ દુષ્કર્મ આચર્યું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/students-studying-in-standard-11-have-been-subjected-to-rape/
via Best Gujarati News
0 Comments