ઘર સજાવટમાં લોકોને લાગી રહ્યો છે થીમ ડેકોરેશનનો રંગ
હોમ ટિપ્સ :- તૃષા દવે
હાલના સમયે ડેકોરેશનમાં થીમ ડેકોરેશનને ટ્રેન્ડ ખાસ ચાલી રહ્યો છે. આમ કેટલીયે પ્રકારની થીમ વાળા ડેકોરેશનની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. તેમાંથી આજે આપણે બ્રાન્ચ પેટર્ન વિશે વાત કરવાની છે. બ્રાન્ચ પેટર્નનનું ડેકોરેશન તમે તમારા ડ્રોઇંગ રૂમની સજાવટ વધારવા માટે કરાવી શકો છો. આ એક આખી થીમ રૂપે કરવાનું હોય તો તેમાં બ્રાન્ચ પેટર્નની તમામ વસ્તુઓ તમારે લાવવી પડે. અથવા તો ઘરે પણ તમે બનાવી શકો છો. જેમ કે બ્રાન્ચ પેટર્ન વાળું વોલ આર્ટ, તેની સાથે સાથે મેચીંગમાં બ્રાન્ચ પેટર્ન વાળા કુશન વગેરે. આ માટે તમે કુશન કવર ઉપર કોઇ ડીઝાઇન જાતે પણ બનાવી શકો છો. બજારમાં મળતાં પ્લેઇન કુશન કવર ઉપર કેન્વાસ કલરથી જાતે ડીઝાઇન બનાવી શકાય છે. જેમ કે એક ડિઝાઇનમાં બ્રાન્ચ અને પક્ષી બંને બતાવો જ્યારે બીજી ડિઝાઇનમાં માત્ર પાંદડાં જ દોરો. આવું નોખુ અનોખુ કોન્ટ્રાસ્ટ કરીને તમે આ આખું કોમ્બીનેશન ખૂબ જ મનમોહક રીતે બનાવી શકો છો. સાથે સાથે તમે સુંદર ફુલોનો ગુલદસ્તો ટેબલ પર મુકીને પણ ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી શકો છો. આ અત્યંત સીમ્પલ પણ ખરેખર ખૂબ જ સુંદર થીમ છે. માત્ર બ્રાન્ચ પેટર્ન જ નહી તમે આવી અનેક થીમ વાળુ ડેકોરેશન કરી શકો છો. જેમાં પિકોક થીમ ડેકોરેશન પણ ખૂબ જ ચાલી રહ્યું છે. પિકોક થીમ ડેકોરેશનમાં મોટે ભાગે મોરપંખનો ઉપયોગ સજાવટ માટે થતો હોય છે.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઘર સજાવટમાં લોકોને લાગી રહ્યો છે થીમ ડેકોરેશનનો રંગ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/home-decor-people-take-up/
via Best Gujarati News
0 Comments