‘દેશભક્ત ગોડસે’ના પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર બોલ્યા આનંદ મહિન્દ્રા- ‘આ તાલિબાની હરકત જેવું’
દેશભક્ત ગોડસેના પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. વડા પ્રધાન મોદીએ પ્રજ્ઞા ઠાકુરને ક્યારેય માફ નહીં કરે તેવું કહ્યું છે. તો આ મામલે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટરનો સહારો લઈ પોતાની વાત જણાવી છે. મહિન્દ્રાએ શુક્રવારે કહ્યું કે, મહાત્મા ગાંધીનો વારસો આપણા માટે પવિત્ર છે, અને તેને નુકસાન પહોંચાડવું તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં મૂર્તિઓ તોડવા જેવાં કૃત્ય બરાબર છે.
ટવીટમાં મહિન્દ્રાએ લખ્યું કે, 75 વર્ષથી ભારત મહાત્મા ગાંધીની ભૂમિ રહ્યું છે. તે એક મિશાલની જેમ છે. દુનિયાએ જ્યારે પોતાની નૈતિકતા ગુમાવી દીધી હતી, આપણે ગરીબીમાં ધકેલી દીધા હતા, ત્યારે પણ આપણે અમીર હતા, કેમ કે આપણી પાસે બાપૂ હતા. તેઓએ દુનિયાભરમાં અરબો લોકોને પ્રેરિત કર્યા છે.
For 75 yrs,India’s been the land of the Mahatma;a beacon when the world lost its morality.We used to be pitied for being poor but we were always rich since Bapu inspired billions globally.Some things must remain sacred.Or we become the Taliban,destroying statues that sustain us
— anand mahindra (@anandmahindra) May 17, 2019
પ્રજ્ઞા ઠાકુરનું નામ લીધા વગર તેઓએ આગળ લખ્યું કે, અમુક વસ્તુઓ પવિત્ર રહેવી જોઈએ, નહીંતર આપણે તાલિબાનની જેમ બની જઈશું, જે આપણને ટકાવી રાખનાર મૂર્તિઓને જ તોડી પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘દેશભક્ત ગોડસે’ના પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર બોલ્યા આનંદ મહિન્દ્રા- ‘આ તાલિબાની હરકત જેવું’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/anand-mahindra-speaks-on-nathuram-godse-controversy/
via Best Gujarati News
0 Comments