સ્વામી અસીમાનંદે એક વિવાદીત નિવેદન આપ્યું છે. અસીમાનંદે કહ્યું કે, મુસ્લિમ ન ફક્ત ભારત, પણ સમગ્ર વિશ્વ માટે સમસ્યા છે. સ્વામી અસીમાનંદને અજમેર દરગાહ, મક્કા મસ્જિદ અને સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં એક ઈન્ટરવ્યુમાં અસીમાનંદે કહ્યું કે, જે રીતે મુસ્લિમની વસતી વધી રહી છે, અને જે રીતે તે સમગ્ર વિશ્વમાં નિયંત્રણ કરી રહ્યા છે. જે રીતે મુસ્લિમ માને છે કે, જે લોકો કુરાનમાં વિશ્વાસ નથી કરતાં, તેમને જીવતાં રહેવાનો કોઈ હક નથી, તે રીતે તેઓ ભારત અને સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા બની ગયા છે.

તેઓએ કહ્યું કે, મુસ્લિમની સમસ્યા સમાજમાં હાજર છે, પણ મેં ક્યારેય પણ તેમને ખતમ કરવા માટે વિચાર્યું નથી. હું જાણીને ચોંકી ગયો હતો કે, બ્લાસ્ટ બાદ પોલીસ મને શોધી રહી હતી. મને તો ખબર પણ ન હતી કે, સમજૌતા શું છે, પણ મને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું. અસીમાનંદે આરોપ લગાવ્યો કે, પોલીસે તેમને હિંદુ આતંકવાદના નામે ફસાવ્યો અને ટોર્ચર કર્યું. તેઓએ કહ્યું કે, જે અપરાધ મેં સ્વીકાર કર્યો, તેને જબરદસ્તી સ્વીકાર કરાવડાવ્યો હતો. અને મને ટોર્ચર પણ કરવામાં આવ્યું હતું.

હાલમાં જ અસીમાનંદને 2007 સમજૌતા બ્લાસ્ટ કેસમાં પંચકુલાની એક સ્પેશિયલ કોર્ટે મુક્ત કરી દીધા હતા. જ્યારે એનઆઈએ સ્પેશિયલ કોર્ટે માર્ચ 2017 અજમેર બ્લાસ્ટ કેસ અને એપ્રિલ 2018માં મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાંથી મુક્ત કરી દીધા હતા.

17-18 ફેબ્રુઆરી 2007ના રોજ સમજૌતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 68 લોકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ થયો, જેમાં 9 લોકોનાં મોત નિપજ્યા હતા. ઓક્ટોબર 2007માં અજમેરના ખ્વાજા ચિશ્તી દરગાહમાં બ્લાસ્ટને કારણે 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સ્વામી અસીમાનંદનું વિવાદીત નિવેદન-મુસ્લિમો ભારત માટે સમસ્યા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/swami-aseemanand-says-muslims-are-huge-problem-for-india/
via Best Gujarati News

0 Comments