જળસંકટ : કેન્દ્ર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ૬ રાજ્યોમાં દુકાળની એડવાઇઝરી જારી
। નવી દિલ્હી ।
બંધોના નીચી જઈ રહેલી જળસપાટીને જોતાં કેન્દ્ર સરકારે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં દુકાળની એડવાઇઝરી જારી કરી છે. સરકારે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક, તેલંગણા, આંધ્ર અને તામિલનાડુને પણ પાણીનો જોઈવિચારીને ઉપયોગ કરવા સલાહ આપી છે.
કેન્દ્રીય જળ પંચના સભ્ય એસ.કે.હલ્દરે જણાવ્યું હતું કે તામિલનાડુને આ સંબંધમાં શુક્રવારે એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. ગયા સપ્તાહે આ જ પ્રકારના પત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક,, આંધ્ર અને તેલંગણાને પણ પાઠવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બંધોમાં જળસપાટી ૧૦ વર્ષની સરેરાશ સપાટીથી ૨૦ ટકા નીચે જતાં આ રાજ્યોને દુકાળની અડવાઇઝરી જારી કરી હતી. બંધ રાજ્યો અંતર્ગત આવે છે. બંધોમાં જ્યાં સુધી પૂરતું પાણી ના આવી જાય ત્યાં સુધી બંધના પાણીનો ઉપયોગ માત્ર પીવાના પાણી માટે કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ પંચ દેશના ૯૧ જળાશયોની દેખરેખ રાખે છે. ગુરુવારે જારી આંકડા મુજબ આ જળાશયોમાં ૩૫.૯૯ અબજ ક્યૂબિક મીટર(બીસીએમ) પાણી છે. તે જળસંગ્રહ કુલ ક્ષમતાના ૨૨ ટકા છે. આ ૯૧ જળાશયોની કુલ ક્ષમતા ૧૬૧.૯૯૩ બીસીએમ છે. ૯ મે સુધી તેમાં ૨૪ ટકા પાણી હતું.
ગુજરાત – મહારાષ્ટ્રમાં ૨૭ જળાશય
ગુજરાતમાં ૧૦ અને મહારાષ્ટ્રમાં ૧૭ જળાશય આવેલા છે. તેની કુલ જળસંગ્રહ ક્ષમતા ૩૧.૨૬ બીસીએમ છે. ૧૬ મે સુધી આ જળાશયોમાં માત્ર ૪.૧૦ બીસીએમ પાણી બચે છે. કુલક્ષમતાની તુલનામાં આ જળનું પ્રમાણ ૧૩ ટકા છે. ગયા વર્ષે આ સમય સુધીમાં તેમાં ૧૮ ટકા પાણી રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જળસંકટ : કેન્દ્ર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ૬ રાજ્યોમાં દુકાળની એડવાઇઝરી જારી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/flood-center-by-crime/
via Best Gujarati News
0 Comments