ચાઇનીઝ જ્યોતિષ

ચાઈનીઝ જ્યોતિષ પ્રમાણે દરેક વર્ષ કોઈ એક પ્રાણીની ઓખ ધરાવે છે અને તે પ્રમાણેના લક્ષણો પણ ધરાવે છે. કયાં વર્ષ કયા પ્રાણીના લક્ષણોમાં આવે છે તે દર્શાવતો કોઠો અહીં આપ્યો છે. તે નોંધી લેશો અથવા તો આ પાનું કાપીને લેમિનેશન કરાવીને સાચવી રાખશો તો દર વર્ષે તમે જાણી શકશો કે એ વર્ષ કોનું છે.

  • અજગર : ૧૯૫૯, ૧૯૭૧, ૧૯૮૩, ૧૯૯૫, ૨૦૦૭, ૨૦૧૯, ૨૦૩૧.
  • સાપ : ૧૯૬૦, ૧૯૭૨, ૧૯૮૪, ૧૯૯૬, ૨૦૦૮, ૨૦૨૦, ૨૦૩૨
  • ઘોડો : ૧૯૬૧, ૧૯૭૩, ૧૯૮૫, ૧૯૯૭, ૨૦૦૯, ૨૦૨૧, ૨૦૩૩.
  • ઘેટું : ૧૯૬૨, ૧૯૭૪, ૧૯૮૬, ૧૯૯૮, ૨૦૧૦, ૨૦૨૨, ૨૦૩૪.
  • વાંદરો : ૧૯૬૩, ૧૯૭૫, ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૧૧, ૨૦૨૩, ૨૦૩૫.
  • કુકડો : ૧૯૬૪, ૧૯૭૬, ૧૯૮૮, ૨૦૦૦, ૨૦૧૨, ૨૦૨૪, ૨૦૩૬.
  • કૂતરો : ૧૯૬૫, ૧૯૭૭, ૧૯૮૯, ૨૦૦૧, ૨૦૧૩, ૨૦૨૫, ૨૦૩૭.
  • ડુક્કર : ૧૯૬૬, ૧૯૭૮, ૧૯૯૦, ૨૦૦૨, ૨૦૧૪, ૨૦૨૬, ૨૦૩૮.
  • ઉંદર : ૧૯૬૭, ૧૯૭૯, ૧૯૯૧, ૨૦૦૩, ૨૦૧૫, ૨૦૨૭, ૨૦૩૮
  • ભેંસ : ૧૯૬૮, ૧૯૮૦, ૧૯૯૨, ૨૦૦૪, ૨૦૧૬, ૨૦૨૮, ૨૦૩૯
  • વાઘ : ૧૯૬૯, ૧૯૮૧, ૧૯૯૩, ૨૦૦૫, ૨૦૧૭, ૨૦૨૯, ૨૦૪૦
  • બિલાડી : ૧૯૭૦, ૧૯૮૨, ૧૯૯૪, ૨૦૦૬, ૨૦૧૮, ૨૦૩૦, ૨૦૪૧

ઉપરના કોઠા ઉપરથી જોઈશું તો આ વર્ષ ૨૦૧૯ અજગરનું વર્ષ છે.  

હવે ચાઈનીઝ જ્યોતિષ પ્રમાણે ૨૦૧૯ના અજગરના વર્ષમાં તમારું ભાવિ જાણો.

અજગરના સ્વરૂપ નીચેના વર્ષોમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ લાભકર્તા છે. આ તમારા જ સ્વરૂપનું વર્ષ હોવાથી દરેક રીતે ફળદાયી નીવડશે. ધાર્યું કામ કરી શકશો. સંજોગોથી ડરશો નહિ.

સાપના સ્વરૂપ નીચેના વર્ષોમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારું છે. અણધારી મુશ્કેલી સાથે,માનસિક અશાંતિ ઊભી થાય ખરી, પણ વર્ષ લાભમાં છે.

ઘોડાના સ્વરૂપ નીચેના વર્ષોમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ ફાયદાકારક છે. ધંધો-રાજકારણ-સામાજિક ક્ષેત્ર એમ બધે જ લાભ છે. ઘોડો દરેક ક્ષેત્રે સારો દોડશે.

ઘેટાના સ્વરૂપના વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ ખુબ જ સારૃં જાય. તમારી કિંમત વધે, લોકો તમને ચાહે, માન આપે. હા, આર્થિક આપ-લે કરતી વખતે જરા વિચારજો.

વાંદરાના સ્વરૂપના વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારૃં છે. નોકરી ધંધા માટે ઉત્તમ વર્ષ છે.આવતી તકોનો લાભ ઉઠાવી લેવો. તમારો સ્વભાવ ઝડપી અને ઉતાવળીયો હોવાથી નવું સાહસ કરતાં પહેલાં વિચારી લેવું.

કૂકડાના સ્વરૂપના વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારૃં નથી. લગ્નથી, ભાગીદારથી સંભાળવું. દુશ્મનનું વર્ષ છે. અંધવિશ્વાસ મૂકવો નહીં. ચિંતા નુકસાની આવે, વર્ષ સંભાળવા જેવું છે.

કૂતરાના સ્વરૂપના આ વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારૃં છે. આ વર્ષ દરેક રીતે સુખદ અને લાભકારક છે. જેટલો મળી શકે એટલો ફાયદો ઉઠાવવો.

ડુક્કરના સ્વરૂપના આ વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે વર્ષ સામાન્ય છે. કોર્ટ-કચેરીનાં કામોમાં સંભાળીને કામ કરવું. મિત્રો ભાગીદારો, સ્ત્રી સાથે સંપીને રહેવાની સલાહ છે.

ઉંદરના સ્વરૂપના આ વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે દુશ્મનનું વર્ષ છે, ચેતીને ચાલવું. દરેક સાહસ વિચારીને સમજીને કરવું. સપડાઈ ન જવાય એ ખાસ જોવું.

ભેંસના સ્વરૂપમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારૃં છે. પરિવર્તનથી લાભ થશે. સુખ-શાંતિ-કુટુંબલાભનું વર્ષ છે.

વાઘના સ્વરૂપના આ વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ સારૃં છે. આ વર્ષમાં મળતી તમામ તકોનો લાભ લો, કામ ચાલુ રાખો, આળસ કરશો નહીં.

બિલાડી સ્વરૂપના વર્ષમાં જન્મેલી વ્યક્તિઓ માટે આ વર્ષ શુભ છે. કાર્યમાં સફળતા મળે. અગત્યનાં કામો આટોપી લેવાની સલાહ છે. વેપાર, ધંધો, નોકરી માટે સારું છે. અચાનક દ્રવ્ય લાભ થશે.

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ વર્ષ અજગરનું: તે કોને કેવું ફળશે? appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/this-year-the-python-to-the-cave/
via Best Gujarati News

0 Comments