અભિનેતા રિતિક રોશન સાથેની તુલના જ ટાઇગર શ્રોફ માટે બહુ મોટી વાત
ટાઇગર શ્રોફ એ અભિનેતાઓમાંથી છે જે ઇન્ટરવ્યૂ દરમિયાન હંમેશાં મસ્તીમજાક કરતો જોવા મળે છે. આ વખતે તેણે પોતે પોતાના પર જ કમેન્ટ કરી અને કોઈ હસવું ન રોકી શક્યું. દરમિયાન ટાઇગરે એમ પણ કહ્યું કે તે રિતિકનો કેટલો મોટો ફેન છે. અહેવાલ પ્રમાણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાઇગર શ્રોફને પૂછવામાં આવ્યું કે રિતિક રોશનની સાથે કામ કરવાની તક મળતાં તેને કેવું લાગે છે? ટાઇગરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રિતિક એવો શખ્સ છે કે જેમાંથી તે હંમેશાં પ્રેરણા લે છે. રિતિક સાથે સ્ક્રીન શેર કરવાની તક જ તેના માટે બહુ મોટી વાત છે. તે આને બહુ મોટા પડકાર તરીકે જુએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અભિનેતા રિતિક રોશન સાથેની તુલના જ ટાઇગર શ્રોફ માટે બહુ મોટી વાત appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/actor-hrithik-roshan-with/
via Best Gujarati News
0 Comments