લોકસભા ચુંટણી 2019નું પરિણામ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જોકે ફાઇનલ પરિણામ આવવામાં હજુ સમય લાગશે. પણ આ રૂઝાનમાં બીજેપી અને એનડીએને ભારે બહુમતી મળતી દેખાઇ રહી છે. આ રીતે બીજેપી કેન્દ્રમાં ફરીથી સરકાર રચશે તેવા અણસાર આવી રહ્યાં છે. જો રૂઝાન જ પરિણામમાં બદલાઇ જશે તો બીજેપી આ ચુંટણીમાં મોટો ઇતિહાસ રચશે.

રૂઝાનોમાં બીજેપીની આ જીત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પીએમ મોદીને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ મોટી જીત માટે પીએમ મોદીને શુભકામના આપી છે.

ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજ આ વખતે ચૂંટણી નથી લડી રહ્યાં. તેઓ અત્યાર સુધી વિદિશાના સાંસદ છે. પરંતુ ચૂંટણી પહેલાં જ, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આ ચૂંટણી લડશે નહીં. આ વખતે સુષ્મા ઉપરાંત, કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પણ ચૂંટણી લડી નથી.

તાજેતરના વલણોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએએ 331 બેઠકોમાં આગળ છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ 101 બેઠકોથી પર આગળ છે. 110 બેઠકો પર બીજા પક્ષ આગળ છે. ભાજપની આ ચૂંટણીમાં 2014 ની જેમ વિજય દેખાઇ રહ્યો છે. યુપીએ અને અન્ય પક્ષો ભેળવવામાં આવે તો પણ તેઓ ભાજપના આંકડાને સ્પર્શ કરી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રૂઝાનોમાં બીજેપી આગળ, કેન્દ્રિય મંત્રીએ પીએમ મોદીને આ રીતે પાઠવી શુભકામના appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/result-2019-sushma-swaraj-wish-pm-modi-on-prabable-win/
via Best Gujarati News

0 Comments