‘મોદી સુનામી’: રૂઝાનોમાં 2014થી પણ ક્યાંય આગળ પહોંચ્યું BJP
લોકસભા ચૂંટણી દરમિયાન BJPના અધ્યક્ષ અમિત શાહે અબકી બાર, 300ને પારનો નારો આપ્યો છે. એ સમયે તો એવુ લાગી રહ્યુ હતુ કે આ અતિશયોક્તિથી ભરેલો નારો લાગતો હતો. ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધીમાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર BJP રૂઝાનોમાં 291 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જો આ જ આંકડાઓ રહ્યા તો જીતતા કોઈ નહી રોકી શકે. જો આ આંકડાઓ સાચા પડ્યા તો BJP 2014નું પોતાનાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડી નાખશે. ત્યારે BJPને 282 બેઠકો પર વિજય મળ્યો હતો.
આયોગ તરફથી અત્યાર સુધીમાં જાહેર 537 બેઠકોની રૂઝાનો અનુસાર કોંગ્રેસ ફક્ત 50 સીટો પર જ આગળ ચાલી રહ્યુ છે. એટલું જ નહી યુપીમાં એસપી અને બીએસપીનું મહાગઠબંધન ઉંધા મોઢે પછડાટ ખાઈ રહ્યુ છે. સુબેની 58 લોકસભા સીટો પર BJPએ સરસાઈ જાળવી રાખી છે, જ્યારે BSPના 11 ઉમેદવાર અને SPના 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસ માટે આ રૂઝાન ખુબજ ચિંતાજનક છે. કેમકે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ અમેઠીની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. આટલું જ નહી પાર્ટીના કેટલાક હેવીવેટ ઉમેદવાર જેમકે રાજ બબ્બર, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ અને સલમાન ખુર્શીદ જેવા નેતાઓ પોત પોતાની બેઠકો પરથી પાછળ ચાલી રહ્યા છે.
સતત બીજી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને 50ની આસપાસ સીટો પર સમેટી લેતા દેશની સૌથી જુની પાર્ટી માટે ચિંતાજનક હોય તે સ્વાભાવિક છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 44 સીટો પર જીત્યુ હતુ. તેમજ વિપક્ષનું પદ પણ મળ્યુ ન હતુ. એવામાં ફરી એકવાર પાર્ટીની સમક્ષ નેતા વિપક્ષના પદને ગુમાવે તેવો ખતરો તોળાઈ રહ્યો છે.
મોદી-અમિત શાહ લાવ્યા BJPનો ‘સ્વર્ણ યુગ’
ગઈ લોકસભાની ચૂંટણીમાં BJPની શાનદાર જીત પછી પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે આ હજુ સ્વર્ણ યુગ નથી. આની આગળ તેમણે જણાવ્યુ કે અમે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન નથી કરતા, ત્યાં સુધી સ્વર્ણ યુગ નહી કહી શકાય. એવામાં સવાલ એ છે કે શું આ શાનદાર પ્રદર્શનને BJPના ગોલ્ડન સમય કહી શકાય ખરો?
ખાસ કરીને યૂપીમાં BJPને 58 બેઠકોથી આગળ વધવુ એ વાત સાબિત કરી રહ્યુ છે કે એસપી અને બીએસપીનું મહાગઠબંધન અસફળ રહ્યુ છે. બંને દળોને પછાડવું આનો સંકેત છે તેમના કાર્યકર્તાઓ વચ્ચે તાલમેલ કમજોર થઈ રહ્યું છે અને તેઓ મતદાતાઓને રીઝવી શક્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘મોદી સુનામી’: રૂઝાનોમાં 2014થી પણ ક્યાંય આગળ પહોંચ્યું BJP appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/loksabha-election-2019-results-bjp-leads-to-291-seats/
via Best Gujarati News
0 Comments