રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તેમાં વધારો કરતો એક અકસ્માત આજે બોટાદના ઢસાના માંડવા પાસે બન્યો હતો. આ ઘટનામાં ઢસાના માંડવા પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદના ઢસાના માંડવા પાસે આવેલા રેલવે પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઉંધે માથે થઇ ગઇ હતી, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ ગમખ્વાર અકસ્માતના પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોટાદ: કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઉંધે માથે થઇ, 2ના મોત, 3 ઘાયલ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/batad-near-mandwa-car-accident-inb-two-dead/
via Best Gujarati News

0 Comments