યુપીથી લડી રહ્યા છે ચાર ગાંધી, કોણ આગળ અને કોણ પાછળ
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી ગાંધી પરિવારના ચાર સદસ્ય ચૂંટણી મેદાનમાં છે અને મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. રાયબરેલી સીટથી સોનિયા ગાંધી અને અમેઠી સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે સુલતાનપુરથી બીજેપીથી મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી આવેલા રૂઝાનમાં મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે બાકી ત્રણેય ગાંધી પરિવારના સદસ્ય પોતાની સંસદીય સીટથી આગળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી પાંચમી વખત ચૂંટમી મેદાનમાં છે. સોનિયા ગાંધી વિરુદ્ધ બીજેપીથી દિનેશ પ્રતાપ સિંહ ચૂંટણી લડી રહ્યા છે અને જોરદાર ટક્કર આપતા નજરે પડી રહ્યા છે. સોનિયા ગાંધી રાયબરેલી સીટથી પ્રથમ વખત 2004માં જીત્યા હતા.
સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી મેદાનમાં છે. રાહુલ ગાંધી અને બીજેપીના સ્મૃતિ ઇરાનીની વચ્ચે જોરદાર ટક્કર છે. શરૂઆતના રૂઝાનમાં રાહુલ ગાંધી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ બાદમાં તેમ આગળ છે. આ રીતે બન્ને ઉમેદવાર આગળ પાછળ ચાલી રહ્યા છે.
યુપીની પીલીભીત સંસદીય સીટથી બીજેપીથી વરુણ ગાંધી ચૂંટણી મેદાનમાં છે. આ તેમનો મુકાબલો સપાના હેમરાજ વર્માથી છે. વરુણ ગાંધી સતત આગળ છે. જ્યારે માનવામાં આવી રહ્યું હતું કે સપા-બસપા ગઠબંધનને લઇને મુશ્કેલી થઇ શકે છે. જોકે, વરુણ ગાંધી આ વખતે સુલતાનપુર સીટની જગ્યાએ પીલીભીતથી ચૂંટણી મેદાનમાં છે.
મેનકા ગાંધીએ તેમના પુત્ર વરુણના રાજકીય ભવિષ્યને બનાવવા માટે સુલતાનપુર સીટથી ઉતરવું મોંઘુ પડતું હોય તેમ લાગી રહ્યું છે. મેનકા ગાંધી સુલ્તાનપુર સીટ પર બસપાના ચંદ્રભદ્ર સિંહ ઉર્ફે સોનુ સિંહથી પાછળ ચાલી રહ્યા છે. જોકે, શરૂઆત રૂઝાનમાં તે આગળ ચાલી રહ્યા હતા. પરંતુ ધીમે-ધીમે પાછળ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુપીથી લડી રહ્યા છે ચાર ગાંધી, કોણ આગળ અને કોણ પાછળ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/four-gandhi-fighting-the-up-who-is-ahead-who-is-behind/
via Best Gujarati News
0 Comments