પૂર્વ ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું “ગૌતમ ગંભીરમાં અક્કલ નથી તો પણ જીતી ગયો”
ભારતીય ટીમનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રાજનીતિની પિચ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતને 2 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આ ક્રિકેટરે બીજેપીની ટિકિટ પર લોકસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવી છે. જો કે ગૌતમ ગંભીરની આ જીત પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને પસંદ આવી નથી. આફ્રિદીએ ગંભીર પર પ્રહાર કર્યા છે. તેણે પાકિસ્તાનમાં એક પ્રેસ કૉન્ફ્રન્સ દરમિયાન એવું કહ્યું કે ગૌતમ ગંભીરને અક્કલ નથી તેમ છતા લોકોએ તેને વૉટ આપ્યા છે.
‘ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડ કપની કોઈપણ મેચ ના રમવું જોઇએ’ તેવી સલાહ ગૌતમ ગંભીરે આપી હતી. આ વિશે જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “શું કોઈ સમજદાર વ્યક્તિ આવું કહેશે? શું ભણેલા-ગણેલા લોકો આ રીતે વાત કરે છે? ગૌતમ ગંભીરને અક્કલ નથી તો પણ લોકોએ તેને વૉટ આપ્યા છે.” ઉલ્લેખનીય છે કે રાજનીતિની પિચ પર ગંભીરે ઉતરાત જ ચર્ચા જગાવતા જોરદાર જીત મેળવી છે.
Shahid Afridi responds to Gautam Gambhir's suggestion that India should forfeit any World Cup matches versus Pakistan "Does this look like something which a sensible person would say? Do educated people talk like this?" #CWC19 pic.twitter.com/wYgtoOMI5k
— Saj Sadiq (@Saj_PakPassion) May 24, 2019
ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી બીજેપીની ટિકિટ પર 6,96,156 વૉટ મળ્યા છે. તેણે પોતાના નજીકનાં હરીફ કૉંગ્રેસનાં અરવિંદર સિંહ લવલીને 3,91,222 વૉટથી પરાજય આપ્યો છે. જો કે આ પહેલીવાર નથી કે શાહિદ આફ્રદીએ ગંભીર પર નિશાન સાધ્યું હોય. આફ્રિદીએ તાજેતરમાં પ્રકાશિત થયેલા પોતાના પુસ્તકમાં પણ ગંભીરની ટિકા કરી છે. શાહિદે પાતાના પુસ્તક ‘ગેમ ચેન્જર’માં લખ્યું છે કે, ‘ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેનામાં એટિટ્યૂડનો પ્રોબ્લેમ છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પૂર્વ ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું “ગૌતમ ગંભીરમાં અક્કલ નથી તો પણ જીતી ગયો” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/shahid-afridi-criticize-guatam-gambhir/
via Best Gujarati News
0 Comments