“ભુવનેશ્વર કુમારને વર્લ્ડ કપમાંથી કરો ડ્રોપ”, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું છે કે ઝડપી બૉલર ભુવનેશ્વર કુમારને વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવવો જોઇએ. 5 જૂનનાં દક્ષિણ આફ્રિકા સામે ભારતે પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ રમવાની છે. જો કે આ મેચમાં એ કયા કયા ખેલાડીઓ છે જેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટે જે ખેલાડીઓ પર વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે તે ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા છે.
માંજરેકરનું કહેવું છે કે પ્રદર્શનનાં આધારે હાર્દિકને ટીમમાં તક આપવી જોઇએ. તેમણે કહ્યું કે, “50 ઑવરની રમતમાં ભુવનેશ્વરનું પ્રદર્શન ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. તેનામાં આ રમત પ્રત્યે અનેક સંભાવનાઓ છે. તેણે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે અને આ માટે તેને સતત ટીમમાં જગ્યા પણ આપવામાં આવી છે, પરંતુ ભારતે ભુવનેશ્વરને ડ્રૉપ કરીને હાર્દિકને તક આપવી જોઇએ, કારણ કે તે બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે.”
જણાવી દઇએ કે છેલ્લા 6 મહિનામાં ભુવનેશ્વરે ઇજા થવાના કારણે વધારે ક્રિકેટ નથી રમી. આ દરમિયાન તેનો મોટાભાગનો સમય આરામ કરવામાં પસાર થયો છે. આ પણ એક કારણ હોઇ શકે છે માંજરેકરે તેને ડ્રૉપ કરવાની વાત કરી છે. જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતનો પરાજય થયો હતો. ભારતને ન્યૂઝીલેન્ડે 6 વિકેટે માત આપી હતી. આ મેચમાં ભારત ફક્ત 179 રન જ બનાવી શક્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post “ભુવનેશ્વર કુમારને વર્લ્ડ કપમાંથી કરો ડ્રોપ”, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/according-to-sanjay-manjarekar-bhuvneshwar-kumar-should-be-dropped-from-cwc-2019/
via Best Gujarati News
0 Comments