આ દિગ્ગજ એક્ટરે મોદીને ગણાવ્યા ચમત્કારિક નેતા, રાહુલને આપી આવી સલાહ
લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી તામિલનાં સુપરસ્ટાર રજનીકાંતે મોદીને જાદુઈ અને ચત્કારિક નેતા ગણાવ્યા હતા. રજનીકાંતે કહ્યું હતું મોદી અગાઉનાં નહેરૃ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ જાદુઈ અને ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવેે છે. તેઓ ૩૦મીએ મોદીની શપથવિધિમાં હાજર રહેશે. રજનીકાંતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હોદ્દા પરથી રાજીનામું નહીં આપવા સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ તેમને સપોર્ટ કર્યો જ નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓને હેન્ડલ કરવા માટે રાહુલ હજી ઘણા નાના છે. તેમણે નિરાશ થવાને બદલે હોદ્દા પર ચાલુ રહીને કંઈક કરી બતાવવું જોઈએ.
પત્રકારો સાથેની વાતચીતમાં રજનીકાંતે કહ્યું કે, આ જીત મોદીની જીત છે. ભારતમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી તેમજ નહેરૃ પછી મોદી જ કરિશ્માઈ નેતા છે. આખા દેશમાં મોદી લહેર છે.
રાહુલે સાબિત કરવું જોઈએ કે તેઓ કંઈક કરી શકે છે
રજનીકાંતે 2017માં રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. પણ હજી સુધી રાજકારણમાં જોડાયા નથી. રજનીકાંતે રાહુલને રાજીનામું નહીં આપવા અનુરોધ કર્યો હતો. રાહુલે સાબિત કરવું જોઈએ કે તેઓ કંઈક કરી શકે છે. લોકશાહીમાં વિપક્ષો મજબૂત હોવા જોઈએ. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ કોઈ મહેનત કરી નથી. મેં રાહુલમાં નેતૃત્વનો અભાવ છે તેવું નથી કહ્યું પણ કોંગ્રેસને હેન્ડલ કરવાનું તેમના માટે મુશ્કેલ છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓએ રાહુલ સાથે કોઓર્ડીનેશન રાખવાની જરૃર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ દિગ્ગજ એક્ટરે મોદીને ગણાવ્યા ચમત્કારિક નેતા, રાહુલને આપી આવી સલાહ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/rajinikanth-a-magical-and-miraculous-leader-who-has-referred-to-modi/
via Best Gujarati News

0 Comments