બોલીવુડના અભિનેતાઓ દેશ અને વિદેશમાં મશહૂર છે અને તેઓ તગડી ફેન ફોલોઇંગ ધરાવતા હોય છે. વ્યવસાયીકરણના આ જમાનામાં કે જ્યારે હોલીવુડની ફિલ્મો ભારતમાં અને ભારતની ફિલ્મો વિદેશમાં રીલીઝ થાય છે અને સફળ પણ થાય છે. જેનાથી કોઇપણ સ્ટાર્સની માર્કેટ વેલ્યુ વધી જાય છે અને તેનો સીધો લાભ થાય છે એડવર્ટાઇમેન્ટ કંપનીઓને મળે છે. વર્ષ 2018માં ભારતીય કલાકારોએ ખુબ જાહેરાતો કરી અને તેમની એન્ડોર્સમેન્ટ વેલ્યુને વધારી જેમાં સૌથી ટોચ પર અક્ષય કુમાર છે.

એક અહેવાલ અનુસાર વર્ષ 2018માં સેલિબ્રિટી બ્રાંડ વેલ્યુમાં છેલ્લા બે વર્ષોની તુલનાએ ભારે વધારો જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ રહી કે બોલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર બાકી બધા સ્ટાર્સ પર ભારે પડતો જોવા મળ્યો. એટલું જ નહીં કુલ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટમાં પણ તેણે સલમાન, શાહરૂખ અને આમિર ખાન તેમજ અમિતાભ બચ્ચનને પણ પાછળ છોડી દીધા છે.

ESP પ્રોપર્ટીઝના અહેવાલ અનુસાર વર્ષ 2016માં કુલ સેલિબ્રિટીઝની બ્રાન્ડ વેલ્યુ 605 કરોડ હતી. જે વર્ષ 2017માં 795 કરોડ થઇ અને વર્ષ 2018માં 995 કરોડ સુધી પહોંચી ગઇ છે.

વ્યક્તિગત રીતે જોવામાં આવે તો અક્ષય કુમાર લિસ્ટમાં ટોપ પર છે. તેમની એન્ડોર્સમેન્ટ વર્થ 100 કરોડની છે. ત્યારબાદ રણવીર સિંહ (84 કરોડ), દીપિકા પાદુકોણ (75 કરોડ), અમિતાભ બચ્ચન (72 કરોડ), આલિયા ભટ્ટ (68 કરોડ)નો નંબર આવે છે.

અહીં સૌથી વધુ આશ્વર્યજનક વાત એ રહી કે ટોપ 5ના લિસ્ટમાં ત્રણે ખાનોમાંથી કોઇ પણ નથી. લિસ્ટમાં શાહરૂખ ખાન (56 કરોડ) સાથે છઠ્ઠા નંબર પર રહ્યો તો વરૂણ ધવન (48 કરોડ), સલમાન ખાન (40 કરોડ), કરીના કપુર ખાન (32 કરોડ) અને કેટરીના કૈફ (30 કરોડ)નો નંબર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અક્ષય કુમાર સામે આ મામલે ફિક્કા સાબિત થયા શાહરૂખ, સલમાન અને આમિર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/akshay-kumar-beats-salman-shah-rukh-aamir-and-amitabh-in-endorsements/
via Best Gujarati News

0 Comments