લોકસભા ચૂંટણી 2019માં ગુરદાસપુરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી અભિનેતા સની દેઓલે તેના રાજકીય કરિયરની સફળ શરૂઆત કરી છે. સનીની શાનદાર જીતથી તેના ફેન્સ અને પરિવારના સભ્યો ઘણા ખુશ છે. ત્યારે હવે સની દેઓલની જીત પર તેના પિતરાઈ ભાઈ અભય દેઓલે પ્રતિક્રિયા આપી છે.

સનીની લોકસભા ચૂંટણીમાં જીત પર અભિનેતા અભય દેઓલે ખુશી જાહેર કરતા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘સની હંમેશાં સમાજ માટે સારું કામ કરવા માંગે છે. આ જ કારણ છે કે સનીએ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. તેઓ ઈચ્છે છે કે લોકો સાથે બધું યોગ્ય થાય. જોકે રાજકારણ એક અલગ ક્ષેત્ર છે અને સની કોઈ પોલિટીશિયન પણ નથી.’ વધુ ઉમેરતા અભય કહ્યું કે,‘હું ખુશ છું કે સનીએ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો. મને વિશ્વાસ છે કે તે આ ક્ષેત્રમાં પણ સારું કરીને બતાવશે. હું વિશ્વાસ રાખું છું કે જ્યારે તમે સારું વિચારો, સારી નીયત રાખો તો તમને માર્ગ જરૂર મળે છે.’

તમને જણાવી દઈએ કે ગુરદાસપુર લોકસભા બેઠક પર સની દેઓલની સામે કોંગ્રેસ તરફથી સુનિલ જાખર ચૂંટણી મેદાનમાં હતા. જેમને હારનો સામનો કરવો પડ્યો. રિપોર્ટ મુજબ જીત બાદ સની દેઓલે કહ્યું હતું કે હવે મારો એક જ ઉદ્દેશ્ય છે કે મને જે જીત મળી છે તેની સામે સારું કામ કરું. મારા મત વિસ્તારને વધુ યોગ્ય બનાવી શકું. આ મારી જવાબદારી છે. લોકોએ મને જે પ્રેમ આપ્યો છે. તેની મને ઘણી ખુશી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણીમાં સની દેઓલની શાનદાર જીત બાદ ભાઈ અભય એ કહ્યું- રાજકારણ એક અલગ… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/abhay-deol-react-on-sunny-deol-win-in-loksabha-election/
via Best Gujarati News

0 Comments