ખુદ નીતા અંબાણીના ગુરૂએ કર્યો ખુલાસો, આ ‘મંત્રોચ્ચાર-પાઠ’એ મુંબઇ ઇન્ડિયન્સને બનાવી ચેમ્પિયન
IPL 12માં મુંબઇની જીતને લઇ એક દિલચસ્પ ખુલાસો થયો છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ અને માલકણ નીતા અંબાણીના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્મા એ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે મેચમાં જીત પ્રાપ્ત કરવા માટે એક ખાસ મંત્રનો જાપ કરાયો હતો.
IPL-12ની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવી રેકોર્ડ ચોથી વખત ખિતાબ મેળવ્યો. જો કે આ મેચ ખૂબ જ રોમાંચક રહી. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેચનો નિર્ણય છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર આવ્યો. મેચ દરમ્યાન જેમ-જેમ ઓવર ઘટતી રહી હતી તેમ-તેમ નીતા અંબાણીના ચહેરો પર મુશ્કેલી દેખાતી હતી. ચેન્નાઇ સુપરકિંગ્સના દરેક શૉટ પર નીતા અંબાણી ખૂબ જ ચિંતામાં દેખાતા હતા. મેચમાં બંને ટીમો એવી જગ્યાએ ઉભી હતી કે ટ્રોફી કોઇપણ જીતી શકતું હતું.
નીતા અંબાણીએ સ્ટેન્ડમાં બેઠા-બેઠા ભગવાનને યાદ કરતાં દેખાયા હતા, પ્રાર્થના કરતાં હતા. કેમેરા પણ વારંવાર તેમના પર ટકેલા રહેતા હતા, તેમાં તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા મેચને લઇ દેખાતી હતી. તેઓ સતત પ્રાર્થના કરતાં દેખાતા પ્રશંસકના મંત્રમાં ઉત્સુકતા જાગી કે નીતા અંબાણી આખરે કયો મંત્ર કરતા હતા.
જો કે મેચ દરમ્યાન નીતા અંબાણી કેટલીય વખત મંત્રનો જાપ કરતાં દેખાયા હતા. ત્યારબાદ તેમના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્મા એ તેના પરથી પડદો ઉઠાવ્યો છે. શર્મા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ટીમની દરેક મેચ પહેલાં નીતા અંબાણી ‘ચંડી પાઠ’ કરે છે. અમે દરેક મેચની પહેલાં અને પછી મા ચંડીનો પાઠ કરતાં હતા અને અમે આખી મેચ દરમ્યાન જાપ કર્યા. એટલે સુધી કે મલિંગાના છેલ્લા બોલ સુધી મા દુર્ગાનો આ ‘પાઠ’ કર્યો. મા દુર્ગાનો આ પાઠ કોઇની કિસ્મત બદલવા માટે કરાય છે. આ શક્તિ અને ઉર્જા આપે છે.
જો કે શર્માએ મેચ દરમ્યાન નીતા અંબાણી દ્વારા કરાયેલા મંત્રના જાપ અંગે બતાવાની ના પાડી દીધી. તેમણે કહ્યું એ તેમનું રહસ્ય છે! આ જ તેમનો વિશ્વાસ છે. જ્યારે તમે કોઇ વસ્તુ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરો છો તો એવું થાય છે અને જ્યારે પણ થોડાંક ગભરાઓ છો તો એ જ કરે છે.
મલિંગાના બોલ દરમ્યાન પણ નીતા અંબાણી સ્ટેન્ડમાં હાથ જોડીને મંત્ર બોલતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો શેર થયો છે જેમાં તે મંત્ર વાંચતા દેખાઇ રહ્યાં છે.
મુંબઇના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ એક વીડિયો શેર કરાયો છે. જેમાં નીતા અંબાણી આઇપીએલ 12ની ટ્રોફીને લઇ મંદિર પહોંચે છે અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મૂકે છે. છેલ્લે નીતા અંબાણીના પૂજાપાઠ રંગ લાવ્યા અને ટીમે ચોથી વખત ખિતાબ જીતી લીધો છે. આઇપીએલના ફાઇનલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 1 રનથી હરાવી ધમાકેદાર જીત મેળવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખુદ નીતા અંબાણીના ગુરૂએ કર્યો ખુલાસો, આ ‘મંત્રોચ્ચાર-પાઠ’એ મુંબઇ ઇન્ડિયન્સને બનાવી ચેમ્પિયન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/nita-ambanis-spiritual-guru-said-chandi-path-for-mumbai-indians-team/
via Best Gujarati News
0 Comments