PM મોદીએ વારાણસીના મતદાતાઓને આપ્યો ‘ખાસ’ સંદેશ, સંભળાવી પોતાની કવિતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના મતદાતાઓ માટે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. વડાપ્રધાને છેલ્લા 5 વર્ષમાં વારાણસીમાં થયેલા વિકાસ અને વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, વડાપ્રધાન તરીકે વારાણસીથી મળેલો અનુભવ તેમના માટે એકદમ અદભુત છે. વારાનસીમાં વિકાસનીએ ગતિએ છેલ્લા 5 વર્ષોમાં જોરદાર ગતિ પકડી છે. જુદી જુદી યોજનાઓથી સમાજના તમામ વર્ગોને લાભ થયો છે.
વારાણસી માટે વડાપ્રધાને લખી કવિતા
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, વારાણસીમાં માત્ર વિકાસ જ નથી થઈ રહ્યો પણ આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ રહી છે. મોદીએ પોતાના ચૂંટણી ક્ષેત્રના મતદાતાઓને કહ્યું હતું કે, વિદેશીએ રાષ્ટ્ર પ્રમુખો પણ કાશીની આધ્યાત્મિકતાના વખાણ કરે છે. ત્યાર બાદ વડાપ્રધાને કાશી માટે લખેલી કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હ્તું કે, ‘મેંને જબ કાશી કે બારેમેં લિખને કે લીયે કલમ ઉઠાઈ તો જ્યાદા કુછ નહીં લીખ સકા, સિર્ફ યહી લીખા… પુરાતન, પુતીન, પરિમલ કાશી અડિગ, અપ્રિતમ, અવિરલ કાશી, નિરંતર નિર્વિધ્ન નિર્મલ કાશી, વિશિષ્ટ વિકસિત, વિમલ કાશી’.
કાશીના વિકાસની ગતિ અટકવી ના જોઈએ
વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષોમાં અમે કાશીમાં ખુબ અ વિકાસ કર્યો છે, પરંતુ હજી અહીં ઘણું બધું કરવાનું બાકી છે. વડાપ્રધાને વિકાસની આ ગતિને યથાવત રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, હાલ અટકવાનું નથી, ખુબ જ આગળ જવાનું છે. ગઈ વખતે જ્યારે ઉમેદવારીપત્ર ભરવા હું આવ્યો હતો ત્યારે રોડ શો દરમિયાન તમે જ કહ્યું હતું કે, તમે ના આવશો. આજે દરેક કાશીવાસી નરેન્દ્ર મોદી બનીને ચૂંટણી પણ લડી રહ્યા છે અને લડાવી પણ રહ્યાં છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. દરેક કાશીવાસી બધું જ જાણે છે કે શું કરવાનું છે અને શું નહીં.
વડાપ્રધાને રેકોર્ડ મતદાનની અપીએલ કરતા કહ્યું હતું કે, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે, 2019માં તમે પણ લોકતંત્રના સૌથી મોટા ઉત્સવમાં જરૂર શામેલ થાવ. મતદાન કરવા જરૂર આવો, વોટ કરવા માટે બધાને પ્રેરિત કરો. આખો દેશ એ દિવસે કાશી તરફ જોશે. તમારી પરંપરાગત વેશભુષા, ગાઈ વગાડીને બહાર આવો. ગરમી વધી રહી છે માટે પોતાની તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. મારો આગ્રહ છે કે પહેલા મતદાન ત્યાર બાદ જળપાન. મતદાન બાદ સેલ્ફી જરૂરથી લો, તે સેલ્ફીને સોશિયલ મીડિયામાં શેર કરો. આ જોઈને તમારા મનને ખુબ આનંદ પણ થશે. આ મારા માટે નથી, નરેન્દ્ર મોદી માટે પણ નથી, કાશી માટે મતદાનમાં પણ નવો રેકોર્ડ બનાવવો પડશે.
વડાપ્રધાને વારાણસીના મતદાતાઓ પાસેથી વિક્રમી મતદાન કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, આખા ભારતમાં મતદાનનો રેકોર્ડ કાશી કેમ ના તોડે? તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે આખા હિન્દુસ્તાનના દિલમાં કમળ છે. દરેક કાશીવાસી કમળના બટન પર નિશાન દબાવી મને આશિર્વાદ આપશે. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશનું સમાપન હર હર મહાદેવનો ગાઈને કર્યું હતું.
આ વીડિયો પણ જુઓ
હાસનના ‘હિંદૂ આતંક’ હુમલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીએ વારાણસીના મતદાતાઓને આપ્યો ‘ખાસ’ સંદેશ, સંભળાવી પોતાની કવિતા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-share-video-message-to-the-people-of-varanasi/
via Best Gujarati News
0 Comments