ચીની કંપની દ્વારા હુમલાના ભયના પગલે ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકન ટેક્નોલોજી સામેના પડકારો મુદ્દે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ આદેશ દ્વારા વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અસ્વીકાર્ય જોખમરૃપ માહિતી અથવા કોમ્યુનિકેશન ટેક્નોલોજીના આદાન પ્રદાનને અટકાવવાની સત્તા આપવામાં આવી છે. પ્રમુખના આદેશના પગલે અમેરિકી વાણિજ્ય વિભાગે હુઆવેઇ ટેક્નોલોજી અને તેની પેટા કંપનીઓને બ્યૂરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટીના એન્ટિટી લિસ્ટમાં સામેલ કરી છે. આ નિર્ણયને પગલે ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુઆવેઇ માટે અમેરિકી કંપનીઓ સાથે બિઝનેસ કરવો વધુ અઘરો બની જશે.
અમેરિકી વાણિજ્ય વિભાગના આ આદેશના પગલે અમેરિકી કંપનીઓ બીઆઈએસ દ્વારા લાઇસન્સ લીધા વિના હુઆવેઇ કંપનીને ટેક્નોલોજી આપી શકશે નહીં. હુઆવેઇ માટે કપરો સમય આવશે કારણ કે તેને કેટલાક પાર્ટ્સ માટે અમેરિકી સપ્લાયરો પર આધાર રાખવો પડે છે.
વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયને સમર્થન આપ્યું છે. આ પગલાં દ્વારા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને હાનિ પહોંચાડતી અથવા તો વિદેશી હિતોને સમર્થન આપતી વિદેશી કંપનીઓને અમેરિકી ટેક્નોલોજી વાપરતા અટકાવી શકાશે.
અમને બિઝનેસ કરતા અટકાવવાથી અમેરિકા મજબૂત બનવાનો નથી : હુઆવેઇ
એક નિવેદનમાં ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુઆવેઇએ જણાવ્યું હતું કે, હુઆવેઇને અમેરિકામાં બિઝનેસ કરતા અટકાવવાથી અમેરિકા વધુ સુરક્ષિત કે મજબૂત બની જવાનો નથી. આ પગલાંના કારણે તો અમેરિકાને વધુ ખર્ચાળ વિકલ્પો શોધવા પડશે અને અમેરિકા ફાઇવજીની સેવાઓમાં પછાત રહી જશે. જેના કારણે અમેરિકી કંપનીઓ અને ગ્રાહકોનું જ નુકસાન થવાનું છે. અમે અમેરિકી સરકાર સાથે મળીને પ્રોડક્ટ સિક્યોરિટી માટે અસરકારક પગલાં લેવા તૈયાર છીએ.
અમેરિકાના પગલાંથી ચીન સાથેનું વેપાર યુદ્ધ વધુ ભડકવાના એંધાણ
અમેરિકાની આ જાહેરાત પર છેલ્લા એક વર્ષથી ચર્ચા ચાલી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે જકાતના મુદ્દે હાલ વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ચીની કંપની સામેના પગલાંના કારણે બંને દેશો વચ્ચેનું વેપાર યુદ્ધ વધુ ભડકવાના એંધાણ છે. ટ્રમ્પના આદેશનો અમેરિકાના જ નાના ગ્રામીણ કેરિયરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાની આ નાની કંપનીઓ હુઆવેઇ કંપનીના ઇક્વિપમેન્ટ પર આધાર રાખી રહી છે.
આ વીડિયો પણ જુઓ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ 5 આતંકીને ઠાર કર્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચીની કંપની દ્વારા હુમલાના ભયના પગલે ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/donald-trump-declares-national-emergency-over-threats/
via Best Gujarati News
0 Comments