અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરવારે લિગલ ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળખી ફેરફારો સાથેની યોજના રજૂ કરશે. આ યોજનામાં અંગ્રેજી બોલી શક્તાં, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને નોકરીની ઓફર ધરાવનારા વિદેશી નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ ઇમિગ્રેશન ઓફર ટ્રમ્પના વરિષ્ઠ સલાહકારો જારેડ કુશનેર, સ્ટીફન મિલર અને કેવિન હાસ્સેટ્ટ દ્વારા તૈયાર કરાઈ છે. નવી ઇમિગ્રેશન યોજના રિપબ્લિકનોમાં રહેલા અસંતોષને દૂર કરવા રજૂ કરાઈ રહી છે તેમ માનવામાં આવે છે. આમ તો ટ્રમ્પની યોજનાને અમેરિકી સંસદની મંજૂરી મળવાની સંભાવના ઘણી ઓછી છે પરંતુ 2020માં ટ્રમ્પની ઉમેદવારીને સમર્થન મળી રહે તે માટે આ યોજના રજૂ થઈ રહી છે.

2020ની અમેરિકાની ચૂંટણીમાં ઇમિગ્રેશનનો મુદ્દો ઘણો મહત્વનો બની રહે તેવી સંભાવના છે. ચાર દાયકાથી અમેરિકાના કાયદાઓમાં પરિવાર આધારિત ઇમિગ્રેશનને પ્રાથમિકતા અપાઈ છે. દર વર્ષે અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવનારામાં અમેરિકામાં પારિવારિક સંબંધો ધરાવતા લોકોની સૌથી મોટી સંખ્યા છે.

ટ્રમ્પની આ યોજનામાં દર વર્ષે 11 લાખ લોકોને લીગલ ઇમિગ્રેશન અપાશે પરંતુ પરિવાર આધારિત ઇમિગ્રેશનને ઘટાડી નાખવામાં આવશે. તેના સ્થાને નોકરી સાથેના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશીઓને પ્રાથમિકતા અપાશે. આ વિદેશીઓ તેમની સાથે જીવનસાથી અને બાળકોને પણ અમેરિકામાં લાવી શકશે.

કોને પ્રાથમિકતા અપાશે

1. ડોક્ટર
2. નર્સ
3. ઇજનેરો
4. કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સ
5. કેન્સરના નિષ્ણાતો
6. અંતરિક્ષ વિજ્ઞાનીઓ

કયા માપદંડો

1. અંગ્રેજી ભાષાનું જ્ઞાન
2. ઉચ્ચ પગાર ધરાવતી નોકરીની ઓફર
3. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત
4. ઉંમર
5. સિવિક્સ ટેસ્ટ લેવાશે.

આ વીડિયો પણ જુઓ

કેદારનાથમાં યાત્રાળુઓ પાસે ઉઘાડી લૂંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકા જવા ઈચ્છુકો માટે મહત્વના સમાચાર, ડોનલ્ડ ટ્રમ્પ લેશે આવા પગલા appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/president-donald-trump-to-propose-merit-based-immigration-system/
via Best Gujarati News

0 Comments