ચાલાક વિદ્યાર્થી KFCને ઉલ્લુ બનાવી એક વર્ષ સુધી મફતમાં જ જયાફત ઉડાવતો રહ્યો
ફાસ્ટફૂટ ચેન KFCમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં એક વિદ્યાર્થી KFCના કર્મચારીઓને ઉલ્લુ બનાવીને એક વર્ષ સુધી મફતનું ભોજન કરતો રહ્યો. 27 વર્ષીય યુવક પોતાના મિત્રોની સાથે KFC આઉટલેટ પર જતો અને ત્યાં પેટ ભરીને મફતનું જમવાનો ઝાપટતો. આ વ્યક્તિ સૂટ-બૂટ પહેરીને મોંઘીદાટ લીમો કાર લઈને જતો હતો.
જો કોઈ વ્યક્તિ તેને પુછતું તો તે એક આઈડી કાર્ડ બતાવતો જેમાં લખેલું રહેતું કે, ‘Head Office’. આ આઈડી કાર્ડ દેખાડી પોતે ફૂડ ઈન્સ્પેક્ટર હોવાનું અને ભોજનની તપાસ કરવાનુ તેનું કામ હોવાનું જણાવતો.
પરંતુ જ્યારે આ વ્યક્તિને લઈને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે દક્ષિણ આફ્રિકાની એક યૂનિવર્સિટીનો વિદ્યાર્થી છે. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકામાં અનેક KFC આઉટલેટ પર જતો. દરેક જગ્યાએ તે મફતમાં જમવા માટે એક જ કારણ આપતો હતો. KFCના કર્મચારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવતા તે કહેતો કે તેને હેડક્વાર્ટરથી ભોજનની ચકાસણી કરવા માટે મોકલવામાં આવે છે.
KFCના એક સ્ટાફે કહ્યું હતું કે, આ વ્યક્ત્તિ ખુબ જ પ્રભાવિત કરનારો હતો. તે આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેને KFCની અન્ય બ્રાંચ સાથે કામ કરતો સ્ટાફ પણ સારી રીતે ઓળખતો હતો. તે આવતાની સાથે જ સીધો કિચનમાં જતો હતો અને દરેક બસ્તુ બરાબર તપાસતો હતો. ત્યાર બાદ તે નોટ્સ પણ લખતો અને જે પણ તેને જોઈએ તેના સેંપલ લઈ લેતો. કદાચ તે આ અગાઉ KFCમાં કામ કરી ચુક્યો હોઈ શકે છે માટે જ તે આ બધુ જાણતો હતો.
પરંતુ સમગ્ર ભાંડો ફુટી ગયો છે. આખો મામલો સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.
જુઓ આ વીડિયો પણ
સેનાની ત્રણેય પાંખ એક જ ડિવિઝનમાં
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચાલાક વિદ્યાર્થી KFCને ઉલ્લુ બનાવી એક વર્ષ સુધી મફતમાં જ જયાફત ઉડાવતો રહ્યો appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/sa-student-poses-as-food-quality-inspector-eats-kfc-meals-free-for-a-year/
via Best Gujarati News
0 Comments