એજ્યુકેશન :- દિવ્યેશ વેકરિયા

એજ્યુકેશન વર્લ્ડમાં એગ્રીકલ્ચરલ બ્રાન્ચનું મહત્વ ખૂબ વધ્યું છે. ભારત દેશની તો આર્થિક કરોડરજ્જુ જ ખેતી સાથે જોડાયેલી છે. ખેતી ક્ષેત્રના વિષયમાં ગુજરાત ભારતમાં ઘણું આગળ છે. કારણ કે ગુજરાત પાસે કૃષી યુનિવર્સિટી છે. કૃષીના શિક્ષણ અને તે સંબંધિત કાર્ય સાથે જોડાયેલા ઉમેદવારોને ધ ઈન્ટરનેશનલ સેન્ટર ફેર એગ્રીકલ્ચરલ રીસર્ચમાં ઈન્ટરશિપ કરવાની તક આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધિન અરજી કરી શકે છે.

ઈન્ટરશિપ શું છે? 

વિશ્વ વિખ્યાત સંસ્થા ગ્રેન લેગ્યૂમ્સ એન્ડ ડ્રાયલેન્ડ સિયરિલ્સ દ્વારા દુનિયાના એવા પ્રદેશોમાં સંશોધન કરવામાં આવે છે જ્યાં ખેતીનું ઉત્પાદન લઈ શકાતું નથી. આ પ્રદેશોમાં ખેતી કઈ રીતે કરી શકાય અને ઉત્પાદનની શક્યતાઓ કેટલી છે? શું કરવાથી સુકાભટ્ઠ જેવા પ્રદેશને લીલોછમ્મ બનાવી શકાય? તે બાબતે આ સંસ્થા કામ કરે છે. આ સંસ્થા સાથે મળીને ધ ઈન્ટરનેશનલ સેન્ટર ફેર એગ્રીકલ્ચરલ રીસર્ચ દ્વારા કાર્ય કરે છે.

આ ઈન્ટરશિપનું નામ મોનિટરિંગ, ઈવેલ્યુશન અને લર્નિંગ આપવામાં આવ્યું છે. ડ્રાય લેન્ડ જેવા પ્રદેશોમાં કઈ રીતે કામ કરી શકાય તે બાબતે ઉમેદવારોને આ ઈન્ટરશિપમાં શીખવવામાં આવશે.

ઈન્ટરશિપનું સ્થળઃ

ભારતની જગવિખ્યાત સંસ્થા ઈન્ટરનેશનલ ક્રોપ્સ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ ફેર ધ સેમી એડ ટ્રોપિક્સ ખાતે ઈન્ટરશિપ રાખવામાં આવી છે. આ સંસ્થા હૈદરાબાદના પટનચેરૂ ખાતે આવેલી છે.

મહત્વની બાબતોઃ 

  • ભારતીય નાગરિકત્વ હોવું ફ્રજિયાત છે.
  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • ઉમેદવારનું એકેડેમિક બેકગ્રાઉન્ડ એગ્રીકલ્ચરલ ફ્લ્ડિ સાથે જોડાયેલું હોવો જોઈએ અને તેનો અનુભવ હોવો જરૂરી છે.
  • એક્સલેન્ટ એકેડેમિક ટ્રેક રેકોર્ડ હોવો જરૂરી છે.
  • મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • પસંદગી પામેલા ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવશે.
  • વિવિધ દેશોના ખ્યાતનામ લોકો અને સંસ્થાઓ સાથે કામ કરવાની તક મળશે.

સહાયઃ 

  • સંસ્થા દ્વારા એકોડેમેશનની સુવિધા પુરી પાડવામાં આવશે.
  • વિઝા અને કન્ટ્રી સ્ટેટ્સ સપોર્ટ આપવામાં આવશે.
  • ઓફ્સિ સ્પેસ અને તે સંબંધિત સુવિધાઓ.
  • સ્ટાઈપેન્ડ, મેડિકલ ઈન્સ્યોરન્સ અને ફ્લાઈટ ટિકિટ પણ આપવામાં આવે છે.

અરજીઃ 

  • ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.
  • પોસ્ટલ અરજી માન્ય ગણાશે નહીં.
  • ઓનલાઈન અરજી માટેઃ https://apps.icarda.org/iea/

અરજી કરવાની છેલ્લી તારીખઃ 

૩૦ મે, ૨૦૧૯

સંપર્કઃ 

GLDC Office

ICRISAT,

Patancheru, Telangana india

502324

Contact – +91 40 3071 3221

Email k.sharma@cgiar.org

https://www.icarda.org/

education.sandesh@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધ ઈન્ટરનેશનલ સેન્ટર ફેર એગ્રીકલ્ચરલ રીસર્ચ ઈન્ટરશિપ   appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/the-international-center-fair-a/
via Best Gujarati News

0 Comments