જાપાનમાં હવે ૪૦૦ કિ.મી.ની ગતિવાળી આલ્ફા એકસ ટ્રેઈન
કરન્ટ અફેર્સ :- જયેશ ઠકરાર
- જાપાને હવે વિશ્વની સૌથી તેજ ગતિ ધરાવતી શિન્કાસેન બૂલેટ ટ્રેન ”આલ્ફા એકસ”નું પરીક્ષણ શરૂ કર્યું છે. આ ટ્રેન ૪૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માટે સક્ષમ છે. સંભવતઃ ૨૦૩૦માં આ ટ્રેન પાટે ચડવાની છે. ચીનની ફશિંગ ટ્રેન અત્યારે સૌથી તેજ છે, જો કે આલ્ફા એકસની ગતિ તેનાથી પણ ૧૦ કિ.મી. વધુ હશે.
- ફેક ન્યુઝના પ્રકાશનને અપરાધ ધોષિત કરતો કાયદો સિંગાપુરમાં બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
- ૩૦ મેથી ૧૪ જૂલાઈ સુધી ઈંગ્લેન્ડ-વેલ્સમા યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની ઓફિશીયલ સ્પોન્સર બની.
- ભારતીય ભૂમિ સેના દ્વારા વર્ષ-૨૦૧૯ને ‘ઈયર ઓફ નેકસ્ટ ઓફ કિન’ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકો, એકસ-સર્વિસમૈન કાર્યરત સૈનિકો અને તેના સ્વજનોને મળતા આર્થિક લાભો અને કલ્યાણ યોજનાઓથી તેમને માહિતગાર કરવામાં આવશે.
- બાંગલાદેશના રાષ્ટ્રપિતા શેખ મૂજિબુર રહેમાનના જીવન ઉપર બનનારી ફિલ્મનું સુપ્રસિધ્ધ ભારતીય નિર્દેશક શ્યામ બેનેગલ નિર્દેશન કરશે.
બહુમાન
- દિલ્હીના બહુર્ચિચત નિર્ભય કેસની તપાસ ટીમનું નેતૃત્વ કરનાર આઈપીએસ ઓફિસર છાયા શર્માને સાહસ તથા નેતૃત્વ માટેનો મેકકૈન ઈન્સ્ટીયૂટ એવોર્ડ અપાયો.
- ભારતીય ગોલ્ફર ટાઈગર વુડસને અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરવામાં આવ્યા. અમેરિકાનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
- વિકાસ માટે રાજનીતિક ઈચ્છાશકિતને મજબૂત બનાવવાની સંયુકત રાષ્ટ્રની ઝુંબેશના એડવોકેટ તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાની પસંદગી થઈ.
નિયુક્તિ
- કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટીસ અભય શ્રી નિવાસ ઓકાએ બેંગલુરૂ રાજભવન ખાતે ગવર્નર વજુભાઈ વાળા સમક્ષ શપથ લઈ પદભાર સંભાળ્યો.
- અખિલ ભારતીય ફુટબોલ સંઘે ક્રોએશિયાના ઈગોર સ્ટિમૈકને ફુટબોલ ટીમના મુખ્ય કોચ બનાવ્યા છે.
- મેરીલીબોન ક્રિકેટ કલબના પ્રથમ નોન બ્રિટિશ અધ્યક્ષ બનવાનું બહુમાન કુમાર સંગકારાને મળ્યું.
- કોમનવેલ્થ સેક્રેટરીએટ આર્બીટ્રલ ટ્રિબ્યુનલમાં જસ્ટિસ(રિટાયર્ડ) કે.એસ.રાધાકૃષ્ણનનો સમાવેશ કરવામાં આવ્યો.
- જિનીવા સ્થિત આંતરરાષ્ટ્રિય મોટર સાયકલ નિર્માતા સંઘના ઉપાધ્યક્ષ તરીકે રાકેશ શર્માની નિયુકિત થઈ.
નિધન
- ભોજપુરી લોકગાયક હીરાલાલ યાદવનું વારાણસીમાં ૯૩ વર્ષની વયે નિધન થયું. પદ્મશ્રી અને યશભારતી પુરસ્કારથી સન્માનિત તે ‘વિરહ સમ્રાટ’ તરીકે જાણીતા હતા.
- ભારતમાં સૌથી લાંબો સમય સી.ઈ.ઓ. તરીકે રહેલા આઈ.ટી.સી.ના ચેરમેન વાય.સી.દેવેશ્વરનું ગુરૂગ્રામ ખાતે નિધન થયું
- સુપ્રસિધ્ધ ઈતિહાસકાર પ્રોફેસર કિરપાલસિંહનું ૯૫ વર્ષનું વયે ચંદીગઢમાં નિધન થયું. વર્ષ-૨૦૧૪માં અકાલ તખ્તે તેમને નેશનલ પ્રોફેસર ઓફ શીખીઝમથી સન્માનિત કર્યા હતા.
- ‘સાઈવુ નારકકાલી’ ઉપન્યાસ માટે સાહિત્ય અકાદમી પૂરસ્કારથી સન્માતિ તમિલ લેખક થોપિલ મીરનનું તિરૂનેલવલીમાં નિધન થયું.
- પાંચ દાયકા સુધી બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય અભિનેતા અને ટીવી એન્કર મૃણાલ મુખર્જીનું ૭૪ વર્ષની વયે કોલકાતામાં નિધન થયું.
- ઓરિસ્સા યોજના આયોગના પૂર્વ ચેરમેન અને જાણીતા અર્થશાસ્ત્રી વૈદ્યનાથ મિશ્રાનું નિધન થયું.
દેશ-વિદેશ
- ભારતે શ્રીલંકાના વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ પરના પ્રતિબંધને લંબાવ્યો છે.
- વિશ્વ વ્યાપાર સંગઠનની વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠક ભારતમાં યોજાઈ. જેમાં ૨૨ દેશોના મંત્રીઓ અને સંગઠનના મહાનિર્દેશક રોબર્ટો અઝેવેદો ઉપસ્થિત રહ્યા.
રમત-જગત
- ઈન્ડિયન પ્રિમીયર લીગમાં ચેન્નઈ સુપરકિંગ્સને હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર ચેમ્પિયન બન્યું.
- સીએટ ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર તરીકે જસપ્રીત બૂમરાહ અને બેટસમેન તરીકે વિરાટ કોહલીની પસંદગી થઈ.
- મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી સફળ સ્પિનર બનવાનું બહુમાન પાકિસ્તાની સના મીરને મળ્યું.
- મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો વીમેન્સ સિંગલ્સનો ખિતાબ નેધરલેન્ડની કિકી બર્તેસે જીત્યો. મેન્સ સિંગલ્સનો ખિતાબ ર્સિબયાના નોવાક જોકોવિચે જીત્યો.
વર્લ્ડવોચ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંદેશા વ્યવહાર નેટવર્કને દુશ્મનોથી ખતરો હોવાના મુદ્દે રાષ્ટ્રિય આપાતકાલની ઘોષણા કરી વાણિજ્ય વિભાગને રાષ્ટ્રિય સુરક્ષામાં ભય સર્જાય તેવી લેવડ-દેવડ ઉપર પ્રતિબંધના અધિકાર આપ્યા છે.
- સિંગાપુર અને દક્ષિણ કોરિયા દ્વારા સમુદ્રી સુરક્ષા ક્ષેત્ર પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન થયું જેમાં ૧૩ દેશોએ ભાગ લીધો.
વિશિષ્ટ
- દેશભરમાંથી યુવા વૈજ્ઞાનિકોની ખોજ માટે ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવા ઈસરોએ ‘યુવિકા-૨૦૧૯’ કાર્યક્રમ શરૂ કર્યો છે.
- કિસાનો અને ગ્રામીણ યુવકોને વધારાની રોજગારી માટેના ‘હની મિશન’ અંતર્ગત મધ ઉછેર પ્રવૃતિ માટે મધમાખીના ૧ લાખ બોકસનું વિતરણ કરવામાં આવ્યું.
- કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક નાબાર્ડે ગ્રામીણ તથા કૃષિ સ્ટાર્ટઅપ માટે ૭૦૦ કરોડનું બજેટ ફાળવવાની ઘોષણા કરી છે. આ માટે વેન્ચર કેપિટલ ફંડની સ્થાપના થઈ છે.
fb/jayesh thakrar current affairs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જાપાનમાં હવે ૪૦૦ કિ.મી.ની ગતિવાળી આલ્ફા એકસ ટ્રેઈન appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/in-japan-now-400-kilo-min-de-c/
via Best Gujarati News
0 Comments