પાકિસ્તાનમાં જઇને બહાદુરી બતાવનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનાં પરાક્રમે તેમની યૂનિટની ઓળખ બદલી દીધી છે. 51મી સ્કૉવડ્રનમાં રહેલા તમામ બાયસન જેટ્સનાં પાયલોટ્સ જી-સૂટ એટલે કે યૂનિફૉર્મ પર ‘Falcon Slayer’ બિલ્લો લગાવી રહ્યા છે. હવે આ યૂનિટને ‘ફાલ્કન સ્લેયર્સ’નાં નામે પણ ઓળખવામાં આવશે. આ બિલ્લા પર ‘Falcon Slayer’ લખવામાં આવ્યું છે. આ સાથે જ આમાં પાકિસ્તાનનાં F-16 વિમાનને ભારતીય ફાઇટર તોડી પાડતા જોવા મળી રહ્યા છે.

આ સિવાય અભિનંદનની યૂનિટ પોતાને AMRAAM Dodgers પણ ગણાવે છે. આવુ એ માટે છે કારણ કે મિગ-21 ચલાવી રહેલા અભિનંદન પર પાકિસ્તાની F-16 દ્વારા એમરામ મિસાઇલ છોડવામાં આવી હતી. મિગ-21એ આ તમામને ડૉઝ આપી દીધો હતો. અત્યાર સુધી મિગ-21 બાયસન ફાઇટર જેટ વાલી આ સ્કૉવડ્રનને ‘સ્વાર્ડ આર્મ’નાં નામે ઓળખાય છે. જણાવી દઇએ કે બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઇકથી હડબડાઈ ગયેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે એફ-16 ફાલ્કન, જેફ-17 અને મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા ભારતનાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય વાયુસેનાએ સુખોઈ, બાયસન અને મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા નિષ્ફળ બનાવ્યો હતો.

આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનાં એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતુ, પરંતુ અભિનંદન પાકિસ્તાનની સીમામાં જતા રહ્યા હતા અને તેનું મિગ-21 ક્રેશ થઈ ગયુ હતુ. તેને પાકિસ્તાની સેનાએ કેદ કર્યા હતા. જો કે ત્યારબાદ છોડી મુકવામાં આવ્યા હતા. હાલમાં જ અભિનંદનનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ પોતાના સાથે ઑફિસર્સ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. હૉસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ આ તેમનો પહેલો વિડીયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિંગ કમાન્ડર અભિનંદનનાં પરાક્રમ બાદ બદલાયું આખી યૂનિટનું નામ, હવે આ નામે ઓળખાશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/name-change-of-abhinandan-varthmans-squadron/
via Best Gujarati News

0 Comments